________________ 10 (4) પ્રમત્તસંયત ગુણસ્થાનકે નિરાલંબન ધર્મધ્યાનરૂપ ઉત્કૃષ્ટ ધર્મધ્યાન ન હોય. (5) પ્રારંભકતષ્ઠિ-નિષ્પન્ન રૂપ ત્રણ પ્રકારના યોગીઓ. (6) અપ્રમત્ત ગુણસ્થાનકે વ્યવહારક્રિયારૂપ છ આવશ્યકો હોતા નથી, કેમકે સતત સદ્ધયાન હોવાથી સ્વાભાવિક નિર્મળતા હોય છે. આ ગુણસ્થાનકે નિશ્ચયરૂપ છ આવશ્યકો હોય છે, કેમકે તે આત્માના ગુણોસ્વરૂપ છે. (7) ઉપશમશ્રેણિ માંડનાર મોક્ષમાં જવાને યોગ્ય શી રીતે હોય? (8) ધ્યાતાનું સ્વરૂપ. (9) પૂરક-રેચક-કુંભક-ત્રણ પ્રકારના પ્રાણાયામ (10) આઠમા ગુણસ્થાનકે શુક્લધ્યાનનો પહેલો પાયો. (11) ચૌદમા ગુણસ્થાનકે સૂક્ષ્મ કાયયોગ હોય તો અયોગીપણું શી રીતે ઘટે? અને ન હોય તો ધ્યાન શી રીતે ઘટે ? (12) સિદ્ધોના આઠ ગુણો. આમ અનેક વિશેષતાઓથી આ ગ્રંથ વિશિષ્ટ છે. તેમણે વૃત્તિ પણ રચી છે. તેઓ વિક્રમની ૧૪મી સદીના ઉત્તરાર્ધમાં અને ૧૫મી સદીના પૂર્વાર્ધમાં થયા. તેઓ બૃહસ્થના હતા. આ બૃહદ્ગચ્છ જ પછીથી શ્રીજગચ્ચન્દ્રસૂરિજીને “તપા' બિરુદ મળવાથી તપાગચ્છ તરીકે પ્રસિદ્ધ થયો. શ્રીરત્નશેખરસૂરિજી શ્રીવજસેનસૂરિજીના શિષ્ય શ્રીહેમતિલકસૂરિજીના શિષ્ય હતા. તેમના શિષ્ય શ્રીહેમચન્દ્રસૂરિજી હતા. શ્રીરત્નશેખરસૂરિજીએ શ્રીપાલચરિત્ર, લઘુક્ષેત્રસમાસ મૂળ-વૃત્તિ, ગુરુગુણષત્રિશતષત્રિશિકા મૂળ-વૃત્તિ વગેરે અનેક ઉપયોગી ગ્રંથોની રચના કરી છે. ગુણસ્થાનકમારોહ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચાયો છે. તેમાં 136 અનુષ્ટ્રમ્ શ્લોકો છે. વૃત્તિ સંસ્કૃત ભાષામાં રચાઈ છે. વૃત્તિમાં ગ્રંથકારશ્રીએ ભિન્ન-ભિન્ન