________________ ચૌદ ગુણસ્થાનકોનું વિશેષ સ્વરૂપ તો આ ગ્રંથના અવગાહન દ્વારા જણાશે. જીવ આ ચૌદ ગુણસ્થાનકો ઉપર ક્રમશઃ ચડે છે. તેને ગુણસ્થાનકમારોહ કહેવાય છે. આ ગ્રંથમાં તેનું વર્ણન કરાયું હોવાથી આ ગ્રંથનું નામ ગુણસ્થાનક્રમારોહ રાખ્યું છે. ગુણસ્થાનકો ઉપર જીવ બે રીતે ચડે છે - ઉપશમશ્રેણીથી - તેમાં જીવ કર્મોને ઉપશમાવતો = દબાવતો = થોડા સમય સુધી ઉદય ન થાય તેવા કરતો ચડે છે. ઉપશમશ્રેણિથી ચડતો જીવ અગ્યારમાં ગુણસ્થાનકથી અવશ્ય પડે છે અને તેને કર્મોનો ઉદય ચાલુ થઈ જાય છે. (2) ક્ષપકશ્રેણિથી - તેમાં જીવ કર્મોનો ક્ષય કરતો કરતો ચડે છે. તેમાં અગ્યારમું ગુણસ્થાનક આવતું નથી. દસમા ગુણસ્થાનકે મોહનીય કર્મનો ક્ષય કરીને જીવ સીધો બારમા ગુણસ્થાનકે જાય છે. ચૌદમા ગુણસ્થાનકને અંતે બધા કર્મોનો ક્ષય કરીને જીવ મોક્ષે જાય છે. કર્મગ્રંથ, તત્ત્વાર્થ, પ્રવચનસારોદ્ધાર, લોકપ્રકાશ વગેરે ગ્રંથોમાં પણ ચૌદ ગુણસ્થાનકોનું સ્વરૂપ બતાવાયું છે. છતાં ગુણસ્થાનકમારોહમાં કરાયેલા તેના વર્ણનની અમુક વિશેષતાઓ છે જે નીચે બતાવી છે - (1) કર્મગ્રંથ વગેરેમાં બધા પ્રકારના મિથ્યાત્વને મિથ્યાત્વ ગુણસ્થાનક કહ્યું છે. યોગબિંદુ, યોગદૃષ્ટિસમુચ્ચય વગેરે અધ્યાત્મગ્રંથોમાં વિશિષ્ટ મિથ્યાત્વને જ મિથ્યાત્વગુણસ્થાનક કહ્યું છે. તેના આધારે પ્રસ્તુત ગ્રંથમાં પણ વ્યક્ત મિથ્યાત્વને જ મિથ્યાત્વ ગુણસ્થાનક કહ્યું છે. કર્મગ્રંથ વગેરેમાં કહ્યું છે કે, “જિનવચન પર શ્રદ્ધા કે અશ્રદ્ધા ન હોવી તે મિશ્ર ગુણસ્થાનક છે. પ્રસ્તુત ગ્રંથમાં કહ્યું છે કે, “સર્વ કહેલા ધર્મ અને અસર્વજ્ઞ કહેલા ધર્મ બન્ને ઉપર શ્રદ્ધા હોવી તે મિશ્રગુણસ્થાનક છે.” (3) જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ રૂપ ત્રણ પ્રકારની દેશવિરતિ. (2)