________________ (3) મિશ્ર ગુણસ્થાનક - સર્વ કહેલા ધર્મ અને અસર્વજ્ઞ કહેલા ધર્મ બન્ને ઉપર સમાન બુદ્ધિ હોવાથી શ્રદ્ધા હોવી તે મિશ્રગુણસ્થાનક. (4) અવિરતસમ્યગુષ્ટિ ગુણસ્થાનક - જિનવચન પર શ્રદ્ધાવાળા અને વિરતિ વિનાના જીવોનું ગુણસ્થાનક. વિરતિ = પ્રતિજ્ઞાપૂર્વક પાપનો ત્યાગ. (5) દેશવિરતિ ગુણસ્થાનક - આંશિક વિરતિવાળા જીવોનું ગુણસ્થાનક. (6) પ્રમત્તસંયત ગુણસ્થાનક - પ્રમાદવાળા અને સંપૂર્ણવિરતિવાળા જીવોનું ગુણસ્થાનક. (7) અપ્રમત્તસંયત ગુણસ્થાનક - પ્રમાદ વિનાના મુનિનું ગુણસ્થાનક. (8) અપૂર્વકરણ ગુણસ્થાનક - અપૂર્વ આત્મગુણોની પ્રાપ્તિ થવાથી અપૂર્વ પરમ આનંદરૂપ પરિણામ થવા રૂપ ગુણસ્થાનક. અહીંથી ઉપશમશ્રેણિ ક્ષપકશ્રેણિની શરૂઆત થાય છે. (9) અનિવૃત્તિકરણ ગુણસ્થાનક નિશ્ચલ એકાગ્ર ધ્યાનપરિણામરૂપ ભાવોની નિવૃત્તિ વિનાના અને બાદર કષાયવાળા જીવોનું ગુણસ્થાનક. (10) સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક - માત્ર સૂક્ષ્મ સંજવલન લોભ કષાયના ઉદયવાળા જીવોનું ગુણસ્થાનક. (11) ઉપશાંતમોહ ગુણસ્થાનક - મોહનીયકર્મના સંપૂર્ણ ઉપશમ (ઉદયનો અભાવ)વાળા જીવોનું ગુણસ્થાનક. (12) ક્ષણમોહ ગુણસ્થાનક - મોહનીય કર્મના સંપૂર્ણ ક્ષયવાળા જીવોનું ગુણસ્થાનક. (13) સયોગી કેવળી ગુણસ્થાનક - ચાર ઘાતી કર્મોનો ક્ષય થયો હોવાથી કેવળજ્ઞાન-કેવળદર્શનવાળા અને ત્રણ યોગવાળા સર્વજ્ઞ ભગવંતોનું ગુણસ્થાનક. (14) અયોગી કેવળી ગુણસ્થાનક - યોગ વિનાના કેવળીનું ગુણસ્થાનક.