________________ 12 શ્રાવકના 21 ગુણો, શ્રાવકના 35 ગુણો, શ્રાવકના 12 વ્રતો, શ્રાવકની 11 પ્રતિમાઓ, તીર્થકરના 34 અતિશયો, સાત પ્રકારના સમુદ્ધાતો અને યોગના આઠ અંગોનું વર્ણન કરાયું છે. વૃત્તિમાં આ વિષયોનો માત્ર નામોલ્લેખ કરાયો છે, વર્ણન કરાયું નથી. તેથી અન્ય ગ્રન્થોમાંથી આ વિષયોનું વર્ણન સંકલિત કરીને પરિશિષ્ટરૂપે મૂક્યું છે. ત્યારપછીના છ પરિશિષ્ટોમાં ક્રમશઃ આ ગ્રંથની મૂળગાથાઓની સૂચિ, મૂળગાથાઓની અકારાદિક્રમે સૂચિ, ટીકામાં આવતા શાસ્ત્રપાઠોની સૂચિ, ટીકામાં આવતા શાસ્ત્રપાઠોના મૂળગ્રંથોની સૂચિ, ટીકામાં આવતા દૃષ્ટાંતોની સૂચિ અને ટીકામાં આવતા વિશેષનામોની સૂચિ મૂકાઈ છે. આમ પદાર્થસંગ્રહ અને 14 પરિશિષ્ટો દ્વારા આ ગ્રંથને સુશોભિત કરવાનો પ્રયત્ન કર્યો છે. પરમાત્મા અને ગુરુદેવોની કૃપાના બળે આ પુસ્તકનું સંકલન-સંપાદન થયું છે. તે પૂજયોના ચરણોમાં કૃતજ્ઞતાપૂર્વક વંદન કરીએ છીએ. સહુ કોઈ આ પુસ્તકના અભ્યાસ દ્વારા ચૌદ ગુણસ્થાનકોનું સાચું સ્વરૂપ જાણે, પોતે કયા ગુણસ્થાનકે છે તે જાણે, કેટલા-કયા-કેવા ગુણસ્થાનકોએ ચડવાનું બાકી છે તે જાણે, શીધ્ર બાકીના ગુણસ્થાનકો ઉપર ચડે અને વહેલી તકે મુક્તિને વરે એ જ શુભેચ્છા. આ પુસ્તકમાં પરમ પવિત્ર જિનાજ્ઞાવિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તેની ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચીએ છીએ અને બહુશ્રતોને તે સુધારવા વિનંતિ કરીએ છીએ. ચૈત્ર સુદ 5, વિ.સં. 2075, - શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિપંકજ સોસાયટી, અમદાવાદ પં. પદ્મવિજયજી વિનય આચાર્ય વિજય હેમચંદ્રસૂરિ