________________ 14 સાધુ કેવું પાણી વહોરે? 7) કાંજીનું પાણી 8) ઓસામણ 9) ઉકાળેલું શુદ્ધ પાણી 10) આંબલીનું પાણી 11) આંબોળીયાનું પાણી 12) કોઠાનું પાણી 13) બીજોરાનું પાણી 14) દ્રાક્ષનું પાણી 15) દાડમનું પાણી 16) ખજુરનું પાણી 17) નાળિયેરનું પાણી 18) ફટકડીનું પાણી 19) બોરનું પાણી 20) આમળાનું પાણી 21) ખાટું પાણી. સુવિહિત અને આચારમાં રહેલ સાધુઓને ઉષ્ણ પાણી કે કષાય દ્રવ્યથી મિશ્રિત બીજુ પાણી કહ્યું. સાધુએ ઠંડુ (સચિત્ત) પાણી, શિલાપરથી વરસેલુ પાણી, હિમનું પાણી ન વાપરવું. તેણે તપીને અચિત્ત થયેલું ઉષ્ણ પાણી વાપરવું. ઉષ્ણ પાણી એટલે ત્રણ ઉકાળાવાળુ અચિત્ત પાણી. ગ્લાન વગેરેના કારણે ત્રણ પ્રહરથી વધુ પાણી રાખવું. ઉકાળેલું પાણી ઉનાળામાં પાંચ પ્રહર પછી, શિયાળામાં ચાર પ્રહર પછી, ચોમાસામાં ત્રણ પ્રહર પછી સચિત્ત થઈ જાય છે. ગોચરી વહોર્યા પછીની વિધિ આમ આગમમાં કહેલ વિધિપૂર્વક નિર્દોષ ગોચરી વહોરીને સાધુ