________________ 75 ગોચરી વહોર્યા પછીની વિધિ નિસીહી' કહીને ઉપાશ્રયમાં પ્રવેશે. પછી તે ગુરુ પાસે જઈને ઇરિયાવહી કરે. તેના કાઉસ્સગ્નમાં ગોચરી લેવામાં અને જવાઆવવામાં લાગેલા અતિચારો વિચારે. કાઉસ્સગ્ન પારીને જે વસ્તુ જે રીતે વહોરી હોય તે બધાની આલોચના કરે. ગુરુ ધર્મકથામાં વ્યાક્ષિપ્ત હોય, પરાઠુખ હોય, સૂતા હોય કે ગુસ્સામાં હોય, આહાર-નિહાર કરતાં હોય કે કરવાની ઈચ્છાવાળા હોય ત્યારે આલોચના ન કરવી. ગુરુ વ્યાક્ષિપ્તચિત્તવાળા ન હોય, સન્મુખ હોય, ઉપશાંત હોય ત્યારે ગુરુની રજા લઈને આલોચના કરવી. જે દોષિત ગોચરીની બરાબર આલોચના ન થઈ હોય તેના પ્રાયશ્ચિત્ત માટે “ઈચ્છામિ પડિક્રમિલે ગોઅરચરિઆએ...' વગેરે કહીને કાઉસ્સગ્ન કરે. તેમાં આ ગાથા વિચારે - અહો જિર્ણહિ અસાવજ્જા, વિત્તી સાહૂણ દેસિયા | મોખસાહણહઉમ્સ, સાહુદહસ્સ ધારણા !' અર્થ - અરે ! જિનેશ્વરોએ સાધુઓને મોક્ષના સાધનભૂત સાધુશરીરને ધારણ કરવા અસાવદ્ય (હિંસાદિ પાપો ન લાગે તેવી) વૃત્તિ બતાવી છે. નમસ્કારથી કાઉસ્સગ્ગ પારીને લોગસ્સ બોલે. પછી પચ્ચખાણ પારે. પછી જઘન્યથી પણ 16 ગાથાનો સ્વાધ્યાય કરે. પછી ક્ષણમાત્ર વિશ્રામ કરીને ગ્લાન વગેરેને નિમંત્રણ કરે, “જો ગ્લાન વગેરે મારી ઉપર કૃપા કરે તો હું કૃતકૃત્ય થાઉં.” ત્યાર પછી મુહપત્તિનું પડિલેહણ કરીને નવકાર બોલીને અજવાળામાં વાપરે. ગાડાના અક્ષમાં જેટલું તેલ નંખાય, ઘા ઉપર જેટલો મલમ લગાવાય સંયમના ભારને વહન કરવા માટે શરીરને તેટલો આહાર અપાય. અંધારામાં વાપરવામાં જે દોષો છે તે જ દોષો સાંકડા મુખવાળા પાત્રામાં વાપરવામાં છે. સાંકડા મુખવાળા પાત્રામાં વાપરતા ઘણું