________________ નવ કોટી 73 (2) અનેક - પાદપ્રોછન, વસ્ત્ર, પાત્રા, કામળી રૂપ. શય્યાતરપિંડ અને રાજપિંડ સાધુને ન કહ્યું. નવ કોટી નવ કોટીથી શુદ્ધ આહાર લેવો. નવ કોટી આ પ્રમાણે છે - (1-3) હણવું નહીં, હણાવવું નહીં, હણનારાની અનુમોદના ન કરવી. (4-6) રાંધવું નહીં, રંધાવવું નહીં, રાંધનારાની અનુમોદના ન કરવી. (7-9) ખરીદવું નહીં, ખરીદાવવું નહીં, ખરીદનારાની અનુમોદના ન કરવી. નિર્દોષપિંડ લેવામાં લાભ દેશોન ક્રોડ પૂર્વ સુધી ચારિત્ર પાળનારા સાધુઓને નિર્દોષ આહાર લેવાથી હંમેશા ઉપવાસ જ છે. સાધુ કેવું પાણી વહોરે? સાધુ ઓસામણ, કાંજીનું પાણી, ચોખા ધોયેલુ પાણી, ત્રણ ઉકાળાવાળુ ઉષ્ણ પાણી, ગ્રહણ કરે. ઉષ્ણ પાણી ન મળે તો અન્ય વર્ણ વગેરેને પામેલ બીજુ અચિત્ત પાણી પણ ગ્રહણ કરે. સાધુને કહ્ય પાણી - 1) ઉત્તેદિમ પાણી - લોટવાળું પાણી. 2) સંવેદિમ પાણી - લોટનું ધોવણ. 3) ચોખાનું પાણી 4) તલનું પાણી પ) ફોતરાનું પાણી 6) જવનું પાણી.