________________ 72 લોભપિંડદોષનું દષ્ટાંત એકવાર વિવિધ નટોની સાથે તે રાજાને ત્યાં ગયા. રાજા દૂતની સાથે કાર્યમાં વ્યસ્ત હોવાથી તે પાછા વળ્યા. ઘરે પત્નીએ દારૂ પીધો. તેમણે ઘરે આવીને પત્નીને દારૂ પીધેલી હાલતમાં જોઈ. વિષયોથી વિરક્ત થઈ તે નીકળી ગયા. નટીઓએ જીવવાનો ઉપાય માંગ્યો. સાત દિવસમાં ભરતચક્રીનું નવું નાટક તૈયાર કર્યું. રાજાને જણાવ્યું. પોતે ભરતચક્રી બની નાટક કર્યું. અરીસાભવનમાં આવ્યા. વીંટી પડી. ભરતચક્રની જેમ ભાવનામાં ચડ્યા અને કેવળજ્ઞાન પામ્યા. દેવતાએ આપેલ સાધુવેષ સ્વીકાર્યો. રાજા વગેરેને પ્રતિબોધ કર્યા. પાત્ર બનેલ 500 રાજપુત્રોને દીક્ષા આપી. લોકોને પ્રતિબોધ કર્યા. આમ માયાથી મોદક ગ્રહણ કર્યા તે માયાપિંડ. લોભપિંડ દોષનું દષ્ટાંત - ચંપાનગરીમાં એક સાધુએ માસખમણના પારણે ઉત્સવના દિવસે સિંહકેસરીયામોદકનો અભિગ્રહ કર્યો. ગોચરી ગયા. મોદક ન મળ્યો. મનમાં સંકુલેશ થયો. સિંહકેસરીયા મોદકનું જ ધ્યાન કરતા રાતના બે પ્રહર સુધી ભમ્યા. એક શ્રાવકે તેમનો ભાવ જાણીને થાળભરી મોદક વહોરાવ્યા. પછી પૂછ્યું, “ભગવંત ! પુરિમઢનો સમય થઈ ગયો ?' તેમણે ઉપયોગ મૂકી ઉપર જોયું. ચન્દ્રને જોઈ અડધી રાત જાણી શરમાયા. “સારી રીતે મને સમજાવ્યો.” એમ શ્રાવકને કહી નગરની બહાર મોદકને પરઠવવા ગયા. ત્યાં પરઠવતાં શુદ્ધ અધ્યવસાયથી કેવળજ્ઞાન થયું. આ લોભપિંડ. પિંડદ્રવ્ય ઉપર પિંડદ્રવ્યને ગ્રહણ કરતા ટાળવાના દોષો કહ્યા. તેથી હવે પિંડદ્રવ્યનું સ્વરૂપ કહે છે. પિંડ એટલે શરીર. તેના આધાર માટેનું દ્રવ્ય તે પિંડદ્રવ્ય તે બે પ્રકારે છે - (1) એક - અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂ૫.