________________ માયાપિંડદોષનું દૃષ્ટાંત દુર્ગધી વસ્ત્રોવાળો થવાથી લોકોએ તેનું નામ “હદન' પાડ્યું. (6) ગૃધ્રાવરિંષી - કોઈ માણસ જમવા બેઠો. પત્ની પાસે શાકછાશ વગેરે માંગ્યા. પત્ની ઘરનું કામ કરતી હતી. તેથી તેણીએ તિરસ્કાર પૂર્વક “લો' એમ કહ્યું. તે ગીધની જેમ તેની નજીક જાય છે. તેથી લોકોએ તેનું નામ “ગૃધાવરિષી પાડ્યું. આ છ જણા પત્નીને વશ છે. હું તેવો નથી.” સાધુએ કહ્યું, “જો એમ હોય તો તારા ઘરમાંથી મને ઘી-ગોળ વાળી ઘણી સેવતિકા આપ.” પછી એની પત્નીની વાત એને કહી. સાધુને બહાર ઊભા રાખી તેણે પત્નીને બોલાવીને બહાનું કાઢીને માળીયા પર ચડાવી. પછી સીઢી કાઢીને તેણે સાધુને સેવતિકાઓ આપી. સાધુએ નાક પર આંગળી ઘસીને તેણીને બતાવી. તેણીએ સ્વીકાર્યું. આ માનપિંડ. માયાપિંડ દોષનું દૃષ્ટાંત - રાજગૃહીમાં સિંહરથ રાજા હતો. એકવાર ત્યાં ધર્મરુચિ આચાર્ય આવ્યા. વિવિધજ્ઞાનવાળા અષાઢાભૂતિ સાધુ વહોરતા વહોરતા નટના ઘરે ગયા. એક મોદક મળ્યો. “આ મોદક આચાર્યને મળશે.” એમ વિચારી કાણા થઈ બીજો મોદક મેળવ્યો. “આ મોદક ઉપાધ્યાયને મળશે.” એમ વિચારી કુબ્ધ થઈ ત્રીજો મોદક મેળવ્યો. “આ મોદક સંઘાટક સાધુને મળશે” એમ વિચારી કોઢી થઈ ચોથો મોદક મેળવ્યો. ગોખમાં બેઠેલા નટે તે જોયું. તેણે વિચાર્યું, “જો આ નટ બની જાય તો સારું.” આમ વિચારી તેને બોલાવી ઈચ્છા મુજબ મોદકો આપીને કહ્યું, “રોજ અહીં આવવું.” નટે પોતાની પત્નીને કહ્યું, રૂપ પરાવર્તન કરવાની લબ્ધિવાળા આ સાધુની એવી ભક્તિ કરવી કે જેથી એ આપણી પુત્રીનો રાગી થઈ આપણા ઘરમાં આવે.” દરરોજ ઘરે આવતા તેમને નટપત્નીએ પોતાની પુત્રી વડે એવા લોભાવ્યા કે જેમ પાણી વડે કાચો ઘડો ભેદાય તેમ તેઓ ગુરુને અવગણીને દીક્ષા છોડીને તેણીને પરણ્યા. તેમણે પત્ની પાસે નિયમ કરાવ્યો, “દારૂ ન પીવો.”