________________ 28 એષણાના 10 દોષો (16) ખાંડનારી - સાંબેલા વગેરેથી કંઈ ખાંડનારી. (17) દળનારી - અનાજ વગેરે દળનારી. (18) ભૂજનારી - ચણા વગેરે રોકનારી. (19) કાંતનારી - રૂ વગેરે કાંતનારી. (20) પિંજનારી - કપાસ વગેરે પિંજનારી. (21) કંપમાનાંગ - હાથ કંપતો હોય તે. (22) પાદુકારૂઢ - લાકડા વગેરેના પગરખા પહેરેલા હોય તે. (23) રોગી - રોગવાળો. (24) લોઢનારી - યંત્ર વડે કપાસમાંથી બીજને કાઢનારી. (25) વિલોડનારી - બે હાથોથી રૂને વારંવાર સૂક્ષ્મ કરનારી. (26) મથનારી - દહીં વગેરેને મથનારી. (27) તુવંતી સ્ત્રી - માસિકધર્મમાં રહેલી સ્ત્રી. (7) ઉન્મિશ્ર - સચિત્ત-અચિત્ત મિશ્ર કરેલી વસ્તુ વહોરવી. આમાં ચાર ભાંગા છે - () સચિત્તની સાથે સચિત્ત મિશ્ર. (i) અચિત્તની સાથે સચિત્ત મિશ્ર. (i) સચિત્તની સાથે અચિત્ત મિશ્ર. (iv) અચિત્તની સાથે અચિત્ત મિશ્ર. આમાંથી ચોથો ભાંગો શુદ્ધ છે, બાકીના ત્રણ ભાંગા અશુદ્ધ છે. . (8) અપરિણત - અચિત્ત નહીં થયેલી વસ્તુ વહોરવી. અથવા વહોરવાની વસ્તુ સંઘાટકમાંથી એક સાધુને દોષિત લાગે અને બીજાને નિર્દોષ લાગે તેવી વસ્તુ વહોરવી.