________________ એષણાના 10 દોષો અચિત્ત ઢાંકેલ હોય. આમાં પહેલા 3 ભાંગા અશુદ્ધ છે. ચોથા ભાંગામાં ગુરુ-લધુરૂપ 4 ભાંગા છે. તે પિંડવિશુદ્ધિમાંથી જાણી લેવા. સંહત - વાસણમાં રહેલ દાન માટે અયોગ્ય વસ્તુને કે દાન આપવા નહીં ઈચ્છાયેલ વસ્તુને પૃથ્વીકાય વગેરે વાળા વાસણમાં નાખીને ખાલી થયેલ વાસણથી વહોરાવાતી વસ્તુ વહોરવી. (6) દાયક - અયોગ્ય દાતાના હાથે વહોરવું. અયોગ્ય દાતા 27 પ્રકારના છે - (1) અવ્યક્ત - 8 વર્ષથી નીચેનો બાળક. (2) અપ્રભુ - માલિક ન હોય તે નોકર. (3) સ્થવિર - 70 વર્ષથી ઉપરની ઉંમરના વૃદ્ધ. (4) પંડક - નપુંસક. (5) મત્ત - દારૂના નશામાં હોય તે. (6) ક્ષિપ્તચિત્ત - ગાંડો વગેરે. (7) દીપ્ત - મહાલાભ વગેરેથી ગર્વિષ્ટ ચિત્તવાળો. (8) યક્ષાવિષ્ટ - ભૂત-પ્રેત વગેરેના પ્રવેશવાળો. (9) છિન્નકર - જેના હાથ કપાયેલા હોય તે. (10) છિન્નચરણ - જેના પગ કપાયેલા હોય તે. (11) અંધ - આંધળો. (12) નિગડિત - બેડીમાં બંધાયેલ. (13) ત્વગ્દોષી - ચામડીના દોષવાળો. (14) ગર્ભિણી - ગર્ભ રહ્યાને આઠ માસ થયા હોય તે. (15) બાલવત્સા - સ્તનપાન કરનારા નાના બાળકવાળી.