________________ ક્રોધપિંડદોષનું દૃષ્ટાંત (9) લિપ્ત - મધ, દહીં, દૂધ, છાશ વગેરેથી લેપાયેલી વસ્તુ વહોરવી. તેનાથી વહોરાવનારના હાથ લેપાય, તે તેને ધુવે. (10) છર્દિત - ભૂમિ પર ઢોળતા ઢોળતા વહોરાવાતી વસ્તુ વહોરવી. ક્રોધપિંડ દોષનું દેણંત - હસ્તકલ્પનગરમાં એક સાધુ માસખમણના પારણે બ્રાહ્મણના ઘરે મૃતકના જમણવારમાં ગયા. બ્રાહ્મણોને ઘેબર અપાતા હતા. ઘણી રાહ જોવા છતાં ભિક્ષા ન મળી એટલે તેઓ ગુસ્સાથી બીજા જમણવારમાં આપશે.” એમ કહીને નીકળી ગયા. નસીબજોગે ત્યાં બીજુ મરણ થયું. તેના માસિક જમણવારમાં પણ તે જ રીતે તે સાધુ ગયા. ત્યાં પણ ઘણી રાહ જોવા છતાં ભિક્ષા ન મળી એટલે તે જ રીતે કહીને તે નીકળી ગયા. ત્રીજુ મરણ થયું. તેના જમણવારમાં પણ સાધુ તે જ રીતે કહીને નીકળી ગયા. ત્રીજી વાર દ્વારપાળે જોયા. માલિકને કહ્યું. તેણે પણ મરણના ભયથી સાધુને ખમાવ્યા અને ઇચ્છા મુજબ ઘેબર વહોરાવ્યા. આ ક્રોધપિંડ. માનપિંડ દોષનું દષ્ટાંત - કોશલ દેશમાં ગિરિપુષ્મિત - નગરમાં સેવતિકાના ઉત્સવમાં યુવાન સાધુઓનો વાર્તાલાપ ચાલતો હતો. એકે કહ્યું, “આજે ઘણી સેવલિકાઓ મળશે. પણ જે કાલે સવારે સેવતિકા લાવશે તે લબ્ધિમાન જાણવો.” બીજો બોલ્યો, “ઘી-ગોળ વિનાની થોડી સેવો વડે શું?' એક સાધુ બોલ્યો, “હું તેવી સેવતિકાઓ લાવીશ.” એમ પ્રતિજ્ઞા કરીને બીજા દિવસે તેની માટે શ્રેષ્ઠિના ઘરે ગયો. ત્યાં સેવતિકાઓ જોઈને શ્રેષ્ઠિની પત્ની પાસે વિવિધ રીતે માંગવા છતાં તેણીએ ન આપી. તેણે અભિમાનથી કહ્યું, “હું ગમે તેમ આ સેવતિકાઓ મેળવીશ.” તેણીએ કહ્યું, “જો એમ થાય તો નાક ઘસવું.” સાધુએ કોઈક રીતે તેના પતિને સભામાં બેઠેલો જાણીને, “તમારામાંથી દેવદત્ત કોણ છે?” એમ પૂછ્યું. સભામાં બેઠેલાઓએ કહ્યું, ‘તેનું શું કામ છે ?' સાધુએ કહ્યું, “તેની પાસે કંઈક માંગવું છે.' તેમણે કહ્યું, “તમે ખાલી