________________ 64 ઉત્પાદનના 16 દોષો (10) પરિવર્તિત - સાધુ માટે બીજા સાથે અદલાબદલી કરેલું. દા.ત. દુર્ગધવાળુ ઘી આપીને સુગંધવાળુ ઘી લાવીને વહોરાવે. (11) અભ્યાહત - સાધુના ઉપાશ્રયે સામેથી લાવીને આપવું. (12) ઉભિન - તેલ, ઘી વગેરેના વાસણ છાણ માટી વગેરેથી બંધ કર્યા હોય તો તેને ઉખેડીને આપવું, ઘડા વગેરેને ઉઘાડીને વસ્તુ આપવી. (13) માલાપહૃત - માળીયા પરથી, ભોયરામાંથી કે કોઠી વગેરેમાંથી સાધુ માટે લાવેલું. (14) આચ્છેદ્ય - સાધુ માટે બીજા પાસેથી એની ઇચ્છા વિના પરાણે લેવું. (15) અનિવૃષ્ટ - સાધુને આપવા માટે બધા માલિકોએ રજા નહીં આપેલું. (16) અધ્યવપૂરક - પોતાની માટે રાંધવાનું શરૂ કરેલ આહારમાં સાધુ માટે ઉમેરવું. (2) ઉત્પાદનના 16 દોષો - આ દોષો સાધુના કારણે લાગે છે. (1) ધાત્રીદોષ- ધાત્રીપણું કરીને કે કરાવીને ભિક્ષા મેળવવી. બાળકને ધવડાવે, રમાડે તે ધાત્રી. તે પાંચ પ્રકારની છે - 1) ક્ષીરપાત્રીદૂધ પીવડાવે. (2) મજ્જનધાત્રી - નવડાવે. (3) ક્રીડા ધાત્રી - રમાડે. (4) ઉત્પાટનધાત્રી - ઊંચકીને ફરે. (5) અંકધાત્રી - ખોળામાં રમાડે. (2) દૂતીદોષ - દૂતીપણું કરીને ભિક્ષા મેળવવી. પરસ્પર સંદેશો લઈ જાય તે દૂતી. (3) નિમિત્તદોષ - નિમિત્ત કહીને ભિક્ષા મેળવવી. ભૂત-ભાવીના અર્થનું, લાભ-અલાભનું, સુખ-દુઃખનું, જીવિત-મરણનું સૂચન