________________ 63 ઉદ્દગમના 16 દોષો ગોચરીના ૪ર દોષો પૂર્વે કહેલા વચનામૃતોના રસાસ્વાદથી જેણે આત્માને ભાવિત * કર્યો છે એવો, સામાચારીનું બરાબર પાલન કરનારો ગીતાર્થ સાધુ 42 દોષ રહિત ભિક્ષા ગ્રહણ કરે. (1) ઉદ્મના 16 દોષો - આ દોષો ગૃહસ્થના કારણે લાગે છે. (1) આધાકર્મ - સાધુ માટે છ કાયની વિરાધના કરીને તૈયાર કરેલું, અથવા સાધુ માટે સચિત્તને અચિત્ત કર્યું હોય તે, અથવા અચિત્તને પ્રગટ કરવું. આધાકર્મથી આઠ કર્મો બંધાય છે. આધાકર્મી વાપરનાર સાધુ આયુષ્ય સિવાયના સાત કર્મો શિથિલ રીતે બંધાયા હોય તો દઢ રીત બાંધે, અલ્પ સ્થિતિવાળા હોય તો લાંબી સ્થિતિવાળા કરે, મંદ રસવાળા હોય તો તીવ્ર રસવાળા કરે, અલ્પ પ્રદેશવાળા હોય તો ઘણા પ્રદેશવાળા કરે, આયુષ્ય કર્મ બાંધે અથવા ન બાંધે, અશાતાવેદનીયકર્મ વારંવાર બાંધે. (2) દેશિક - પોતાની માટે જે બનાવેલું હોય તેમાં સાધુને ઉદેશીને ફેરફાર કરવો. તેના 13 પ્રકાર છે. (3) પૂતિકર્મ - નિર્દોષ ભિક્ષામાં દોષિત ભિક્ષા ભળવી. (4) મિશ્રજાત - ગૃહસ્થ માટે અને સાધુ માટે એમ બન્ને માટે બનાવેલ. (5) સ્થાપના - સાધુ માટે વાસણમાં જુદું રાખી મૂકવું. (9) પ્રાભૃતિકા - સાધુને વહોરાવવા માટે લગ્ન વગેરેને આગળ કે પાછળ કરવા. (7) પ્રાદુષ્કરણ - સાધુને વહોરાવવા માટે દીવા વગેરેથી વસ્તુને પ્રકાશિત કરવી, અથવા વસ્તુને અંધારામાંથી પ્રકાશમાં લાવવી. (8) ક્રિીત - સાધુ માટે ખરીદવું. (9) પ્રામિત્ય - સાધુ માટે ઉધાર (ઉછીનું) લેવું.