________________ 62 બીજી રીતે દશ પ્રકારની સામાચારી (9) નિમંત્રણ - “તમારી માટે આ કે આ યોગ્ય વસ્તુ લાવું?” એમ નિમંત્રણ કરવું. (10) ઉપસંપદા - જ્ઞાન વગેરે માટે બીજા ગુરુની નિશ્રા સ્વીકારવી. તે ત્રણ પ્રકારે છે - જ્ઞાન માટે, દર્શન માટે, ચારિત્ર માટે. બીજી રીતે દશ પ્રકારની સામાચારી (1) ઉપધિનું પડિલેહણ. (2) વસતિનું પ્રમાર્જન. (3) ભિક્ષાચર્યા. (4) ભિક્ષાચર્યાથી આવીને ઇરિયાવહી કરવી. (5) ભિક્ષાની આલોચના કરવી. (6) અવાજ કર્યા વિના વાપરવું. (7) ત્રણ વાર પાત્રા ધોવા. (8) સંજ્ઞાત્યાગ માટે બહાર ઈંડિલભૂમિએ જવું. (9) સાંજે માત્ર પરઠવવાની બાર સ્થડિલભૂમિ જોવી, સ્થડિલ પરઠવવાની બાર સ્થડિલભૂમિ જોવી અને કાલગ્રહણ માટેની ત્રણ ભૂમિ જોવી. આમ સાંજે 27 ભૂમિ જોવી. (10) પ્રતિક્રમણ કરવું. - સાધુ દિવસ દરમ્યાન શું કરે? | (દસ પ્રકારની સામાચારીનું પાલન કરતા સાધુ શી રીતે વર્તે? તે કહે છે.) સાધુ ભવિષ્યના કાર્યમાં બીજાને વર્તમાનજો ગ કહે, પોતે અકાર્યનો ત્યાગ કરે. હૃદયરૂપી પાત્રમાં ઉપશમરૂપી પાણી ભરીને પાપરૂપી મેલથી મેલા થયેલા આત્માને મિચ્છામિદુક્કડ રૂપી ચુલુક વડે સાધુ સમયે સમયે શુદ્ધ કરે.