________________ 65 ઉત્પાદનોના 16 દોષો કરવું તે નિમિત્ત. (4) આજીવકદોષ - ગૃહસ્થની અને પોતાની જાતિ, કુળ, ગણ, કર્મ, શિલ્પ સમાન બતાવીને ભિક્ષા મેળવવી. (5) વનપકદોષ - ગૃહસ્થ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, કુતરા વગેરે જેનો ભક્ત હોય સાધુ પોતાને પણ તેનો ભક્ત બતાવી ભિક્ષા મેળવે છે. શ્રમણ પાંચ પ્રકારના છે - 1) નિગ્રંથ-જૈન સાધુ 2) શાય-બૌદ્ધસાધુ 3) તાપસ-જટાધારી 4) બૈરુક-ધાતુથી રંગાયેલ વસ્ત્રવાળા ત્રિદંડિક. 5) આજીવક-ગોશાળાના મતને અનુસરનારા. () ચિકિત્સાદોષ - ગૃહસ્થના રોગનો પ્રતિકાર બતાવી ભિક્ષા મેળવવી. ચિકિત્સા બે પ્રકારની છે - 1) સૂક્ષ્મ-ઔષધ-વૈદ્યનું સૂચન કરવું. 2) બાદર-રોગનું ઉપશમન, વમન વગેરે ક્રિયા કરવી-કરાવવી. (7) ક્રોધ દોષ- ગુસ્સો કરીને ભિક્ષા મેળવવી. (8) માનદોષ - લબ્ધિની પ્રશંસા કરીને બીજાએ ચડાવેલ કે અપમાન કરેલ સાધુ અભિમાન કરીને, ગર્વથી ભિક્ષા મેળવે છે. અથવા ગૃહસ્થને અભિમાન ઉત્પન્ન કરાવીને ભિક્ષા મેળવે તે. (9) માયાદોષ - માયાથી જુદા જુદા વેષ કરીને ભિક્ષા મેળવવી. (10) લોભદોષ - લોભલાલચ)થી ભિક્ષા મેળવવા ઘણું ભમવું. (11) પૂર્વપશ્ચાતુસંસ્તવદોષ - વહોર્યા પહેલા અને પછી દાતાની પ્રશંસા કરવી. પોતાના અને દાતાના ઉંમર, યુવાની, રૂપ વગેરે અવસ્થાને અનુરૂપ માતા, પિતા, ભાઈ, બેન વગેરે પૂર્વ સંબંધો અને સાસુ, સસરા, પત્ની, પુત્ર વગેરે પછીના સંબંધો બતાવીને ગૃહસ્થની સ્તુતિ કરવી.