________________ કરણસિત્તરી કરણસિત્તરી પિંડવિશુદ્ધિ - 4 સમિતિ - 5 ભાવના - 12 સાધુની પ્રતિમા - 12 ઇન્દ્રિયનિરોધ - 5 પડિલેહણ - 25 ગુપ્તિ - 3 અભિગ્રહ - 4 કુલ - 70 સૂત્રની વાચનાનું ફળ સંયમચર્યામાં અવસગ્ન (પ્રમાદી) એવો પણ સાધુ જો વિશુદ્ધ રીતે ચરણ-કરણની અનુમોદના કરે અને પ્રરૂપણા કરે તો તે કર્મોને ખપાવે છે અને સુલભબોધિ થાય છે, એટલે તેને ભવાંતરમાં સમ્યકત્વ સુલભ બને (ઉપર અવસત્રની વાત આવી. તેથી અવસત્રનું સ્વરૂપ બતાવે છે.) અવસન ક્રિયામાં શિથિલ હોવાથી જે મોક્ષમાર્ગમાં થાકેલા જેવો છે તે અવસગ્ન. તે બે પ્રકારે છે - (i) સર્વાવસન - ઋતુબદ્ધપઠફલકદોષ અને સ્થાપનાભોજીદોષનું સેવન કરે તે. " વર્ષાઋતુમાં સંથારા માટે પાટ વગેરે ન મળે તો વાંસ વગેરેના ઘણા કકડાઓને દોરીઓથી બાંધી સંથારો કરવો પડે, પણ તેના બંધન છોડીને ફરી પડિલેહણ કરવું જોઈએ તે કરે નહીં તે ઋતુબદ્ધપીઠ