________________ 50 ચરણસિત્તરી નોળીયો - આમનું દર્શન સારું છે. આ બધા જો જમણી બાજુથી જાય તો સર્વસંપત્તિ થાય. માંગલિક વાજિંત્રોનો અવાજ, શંખનો અવાજ, પડહનો અવાજ, કળશ, છત્ર, ચામર - આ સારા શુકનો છે. મોદક, દહિ, માછલી, ઘંટ, પતાકા - આ બધા સારી યતનાવાળા, ઇન્દ્રિયોનું દમન કરનારા, સારા મનવાળા શ્રમણનું પ્રયોજન સિદ્ધ થયેલું કહે છે. ખરાબ શુકનો - મેલા અને ખરાબ વસ્ત્રો, ઈયળ, કુતરો, કુજ, વામન - ક્ષેત્રમાંથી નીકળનારાઓ માટે આ ખરાબ શુકનો છે. ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધકુમારી, લાકડાનો ભારો, કેસરી વસ્ત્રો, ભાલાધારીઓ - આ બધા કાર્યને સાધી આપતા નથી. ગોળ ગોળ ભ્રમણ, ભૂખ, સફેદ શરીર, લોહી પડવું, ચોર - આ બધાને જોવા પર અવશ્ય મરણ થાય છે. (આગળ સૂત્રની વાચનાનું ફળ બતાવશે તેમાં ચરણ-કરણની વાત આવશે. તેથી ચરણ-કરણનું સ્વરૂપ બતાવે છે.) ચરણસિત્તરી વ્રત - 5 શ્રમણધર્મ - 10 સંયમ - 17 વૈયાવચ્ચ - 10 બ્રહ્મચર્યની ગુપ્તિઓ - 9 જ્ઞાનાદિ ત્રિક - 3 તપ - 12 કષાયનિગ્રહ - 4 કુલ - 70