________________ 49 વિહારના ગુણો વંદન કરવું, કાજો લેવો, સ્થાપનાજી સ્થાપવા વગેરે વિધિપૂર્વક શિષ્ય ગુરુ પાસેથી આગમના અર્થની વાચના લે. ગુરુ પણ શુદ્ધ પ્રરૂપણા કરે, એટલે કે ઉત્સુત્ર ન ભણાવે. વિહારના ગુણો (આગળ સૂત્રની વાચનાનું ફળ બતાવશે તેમાં સંયમચર્યાની વાત આવશે. વિહાર એ પણ સંયમચર્યા છે. તેથી વિહાર સંબંધી વાત કરે છે.) શ્રમણો, પક્ષીઓ, ભમરાઓ, ગાયો અને શરદઋતુના વાદળોની વસતિઓ અનિયત હોય છે. વિહારથી થતાં લાભો (i) દર્શનશુદ્ધિ. (i) જિનશાસનમાં સ્થિરતા. (i) અતિશય અર્થોમાં કુશળપણું. (v) દેશોનું પરીક્ષણ. અવિહારના દોષો () પ્રતિબંધ - સ્થાન, ગૃહસ્થો વગેરે ઉપર આસક્તિ થવી. (i) લઘુત્વ - ગૃહસ્થો તરફથી હલકાઈ થવી. (i) લોકો પર ઉપકાર ન થવો. (v) દેશોમાં કુશળપણું ન આવે. (v) જ્ઞાન વગેરેની વૃદ્ધિ ન થાય. વિહાર ક્યારે કરવો ?- સારી તિથિમાં, સારા કરણમાં, સારા નક્ષત્રમાં અથવા પોતાની અનુકૂળતા મુજબ, શુકન તપાસીને, સ્થાપનાજી લઈને વિહાર કરવો. સારા શુકનો - જાંબૂનું વૃક્ષ, ચાસ પક્ષી, મોર, ભારદ્વાજ પક્ષી,