________________ પર સાધુઓને ક્યુ આસન ક? ફલકદોષ, અથવા વારંવાર શયન માટે સંથારો કરે, અથવા સંથારો પાથરેલો રાખે, અથવા ચોમાસા વિના પાટ-પાટલા વગેરે વાપરે તે પણ 2ઋતુબદ્ધપીઠફલકદોષ. સાધુની માટે રાખી મૂકેલા આહાર વગેરે વાપરવા તે સ્થાપનાભોજીદોષ. in) દેશાવસન - આવશ્યક (પ્રતિક્રમણ), સ્વાધ્યાય, પડિલેહણ, ધ્યાન, ભિક્ષા, ઉપવાસ, આગમન, નિર્ગમન, સ્થાન, બેસવું, સૂવું વગેરેમાં શાસ્ત્રમાં કહેલ વિધિ ન કરે અથવા ઓછી-વધુ કરે અથવા ગુરુવચનથી પરાણે કરે તે દેશાવસગ્ન. વ્યાખ્યાન સાંભળવાનું ફળ વ્યાખ્યાન સાંભળવાથી સમ્યકત્વ, દેશવિરતિ કે સર્વવિરતિ મળે છે. કદાચ બીજો ધર્મ ન સ્વીકારે તો પણ (વ્યાખ્યાન સાંભળે) તેટલો કાળ આરંભથી અટકે છે. સાધુઓને ક્યુ આસન કહ્યું? સાધુઓને શેષકાળમાં પાદપ્રીંછનક (રજો હરણની ઊનની નિષદ્યા)નું આસન હોય છે અને ચોમાસામાં પાટ-પાટીયા વગેરેનું આસન હોય છે. સૂવામાં ભૂમિ, એક લાકડાનો સંથારો, તે ન હોય તો દોરીથી બાંધેલા વાંસ વગેરેનો સંથારો હોય છે. પંદર દિવસે દોરી છોડીને તેનું પડિલેહણ કરવું જોઈએ. રજોહરણ (ઉપર રજોહરણની વાત આવી. તેથી રજોહરણનું સ્વરૂપ બતાવે છે.) રજોહરણ ઊનનું હોય, ઊંટની રૂવાટીનું હોય અથવા કામળીનું હોય. તેને પાદપ્રીંછનક પણ કહેવાય છે. તેને ત્રણ વાર વીંટી શકાય