________________ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે કરેલ છે. આજસુધી પૂજ્ય ગુરુદેવશ્રીના 80 જેટલા પુસ્તકોને પ્રકાશિત કરવાનો લાભ અમને મળેલ છે. આ સાહિત્યસર્જન દ્વારા આપણને જ્ઞાનામૃતનું પાન કરાવનાર ગુરુદેવશ્રી આપણા અનન્ય ઉપકારી છે. આ પ્રસંગે તેમના ચરણોમાં પણ કૃતજ્ઞભાવે વંદના કરીએ છીએ. આગળ પણ શ્રુતભક્તિના ચઢિયાતા લાભો અમને મળતા રહે એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીને ભાવભરી પ્રાર્થના. આ પુસ્તકનું સુંદર ટાઈપસેટીંગ કરનાર અખિલેશભાઈ મિશ્રાજી અને સુભગ મુદ્રણકાર્ય કરનાર શિવકૃપા ઑફસેટવાળા ભાવિનભાઈને આ અવસરે ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તકનું મનમોહક ટાઈટલ તૈયાર કરનાર મલ્ટીગ્રાફિક્સવાળા મુકેશભાઈને પણ આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તકના અભ્યાસ દ્વારા સહુ જીવો યતિદિનચર્યાને આત્મસાતુ કરે જ અભ્યર્થના. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીઓ (1) ધરણેન્દ્ર અંબાલાલ શાહ (2) પુંડરીક અંબાલાલ શાહ (3) મુકેશ બંસીલાલ શાહ (4) ઉપેન્દ્ર તારાચંદ શાહ