________________ પ્રકાશકીય) પદાર્થપ્રકાશ ભાગ 22 - યતિદિનચર્યા (પદાર્થસંગ્રહ તથા મૂળગાથા -અવચૂર્ણિ) સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. પદાર્થપ્રકાશ શ્રેણિમાં આજસુધી 21 ભાગોમાં 4 પ્રકરણ, ૩ભાષ્ય, 6 કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણિ, ક્ષેત્રસમાસ, કર્મપ્રકૃતિ, ક્ષુલ્લકભવાવલિ પ્રકરણ, સિદ્ધદંડિકાસ્તવ, યોનિસ્તવ, લોકનાલિદ્ધાત્રિશિકા, કાયસ્થિતિસ્તોત્ર, લઘુઅલ્પબદુત્વ, દેહસ્થિતિસ્તવ, કાલસપ્રતિકાપ્રકરણ, વિચારપંચાશિકા, પુદ્ગલપરાવર્તસ્તોત્ર, અંગુલસત્તરી, સમવસરણસ્તવ, તત્ત્વાર્થાધિગમસૂત્ર, શ્રાવકવ્રતભંગપ્રકરણ, ગાંગેયભંગપ્રકરણ, સિદ્ધપ્રાભૃત, સિદ્ધપંચાશિકા, સંસ્કૃત નિયમાવલી, વિચારસપ્રતિકા, ગુરુગુણષત્રિશત્પત્રિશિકાકુલક - આ ગ્રંથોના પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-શબ્દાર્થ-ટીકા-અવચૂરિનું પ્રકાશન થયું છે. આ જ શ્રેણિમાં એક નવલા નજરાણારૂપે આ પુસ્તકનું પ્રકાશન થઈ રહ્યું છે. આ પુસ્તકમાં સાધુજીવનની દિનચર્યાનું સરળ, સચોટ અને સંક્ષિપ્ત વિવરણ કરેલ છે. અહોરાત્રમાં સાધુભગવંતો કેવી કેવી સાધનાઓ કરે છે? તેનું જ્ઞાન આ પુસ્તકના અધ્યયનથી થાય છે અને આ કાળમાં આવી સાધના કરનારા સાધુભગવંતો પ્રત્યે અહોભાવ વધે છે અને મસ્તક તેમના ચરણોમાં ઝુકી જાય છે. યતિદિનચર્યાની મૂળગાથા અને અવચૂર્ણિનું સંશોધન-સંપાદન પૂર્વે વિ.સં. ૧૯૯૩માં પરમપૂજ્ય આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્વિજય આનંદસાગરસૂરીશ્વરજી મહારાજે કરેલ. ત્યારે શ્રીઋષભદેવજીકેશરીમલજી સંસ્થા તરફથી તેનું પ્રકાશન થયેલ. આ પુનઃ પ્રકાશનપ્રસંગે પૂર્વેના સંશોધકસંપાદક-પ્રકાશકને અમે કૃતજ્ઞભાવે યાદ કરીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. પદાર્થપ્રકાશશ્રેણિનું સંકલન-સંપાદન પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ