________________ 39 સૂત્રપોરિસી-અર્થપોરિસી (3) ભોજનમાંડલી (4) કાલગ્રહણમાંડલી (5) આવશ્યક (પ્રતિક્રમણ) માંડલી (6) સ્વાધ્યાયમાંડલી (7) સંથારામાંડલી નૂતનસાધુને સાત આયંબિલ કર્યા પછી આ માંડલીઓમાં પ્રવેશ મળે છે. સૂત્રપોરિસી-અર્થપોરિસી - સૂર્યોદયથી છ ઘડી સુધી સૂત્રપોરિસી હોય છે. ત્યારપછી પાત્રા પડિલેહણ કરાય છે. ત્યારપછી અર્થપોરિસી હોય છે. નવા સાધુઓ કે જેમણે શાસ્ત્રો કંઠસ્થ કર્યા ન હોય તેમને બન્ને સૂત્રપોરિસીઓ હોય છે. જેમણે સૂત્રો કંઠસ્થ કરી લીધા હોય તેમને બન્ને અર્થપોરિસીઓ હોય છે. સૂત્રપોરિસીમાં સાધુઓ સૂત્રો કંઠસ્થ કરે છે. અર્થપોરિસીમાં સાધુઓ અર્થનું અધ્યયન કરે છે. ઉપાધ્યાય સૂત્રો ભણાવે છે. આચાર્ય અર્થ ભણાવે છે. પૂર્વે પુસ્તક વિના આચાર્ય-ઉપાધ્યાય સૂત્રાર્થ ભણાવતાં હતા અને સાધુઓ ભણતાં હતા. હાલ પુસ્તકના આધારે ગુરુ ભણાવે છે અને શિષ્યો ભણે છે. | ગચ્છમાં પાંચ પ્રધાન પુરુષો (ઉપર આચાર્ય-ઉપાધ્યાયની વાત આવી એટલે ગચ્છમાં રહેલ પાંચ પ્રધાન પુરુષો બતાવે છે.) (1) આચાર્ય - પાંચ પ્રકારના આચારને પાળે તથા પળાવે તે. (2) ઉપાધ્યાય - જેમની પાસે જઈને ભણાય, જે દ્વાદશાંગીનો ઉપદેશ આપે તે.