________________ 38 વસતિપ્રમાર્જન, કાલપ્રવેદન અને ઘારિયાનું પડિલેહણ કરવું. સાંજે પહેલા ઓઘારિયાનું પછી નિશીથીયાનું પછી ઓવાનું પડિલેહણ કરવું. પડિલેહણ કેવી રીતે કરવું? મૌનપૂર્વક, એકાગ્રતાપૂર્વક સંકલ્પ-વિકલ્પ વિના), ઉદ્યમમાં તત્પર થઈને, બીજા કાર્યો છોડીને, દયાના ભાવમાં રહીને પડિલેહણ કરવું. પડિલેહણ-પ્રમાર્જન એટલે શું? આંખથી જોવું તે પડિલેહણ, રજોહરણથી પૂંજવું તે પ્રમાર્જન. વસતિપ્રમાર્જન સવારે પડિલેહણ કર્યા પછી સૂર્યોદય વખતે વસતિને જયણાપૂર્વક પ્રમાર્જીને એટલે કે કાજો લઈને કચરો ભેગો કરીને તેને બરાબર તપાસીને જૂ, માખી, કીડી વગેરેના ક્લેવર હોય તો તેની સંખ્યા ગણીને પ્રાયશ્ચિત્તમાં નોંધીને ઠંડાસ્થાનમાં કાજો પરઠવવો. કાલપ્રવેદન કાજો પરઠવીને ઉપાશ્રયની બહાર સો હાથ સુધી વસતિ જોવી. પછી ઈરિયાવહિ કરીને વસતિનું પ્રવેદન કરે. યોગોદ્વહન કરનારા મુનિઓ મુહપત્તિનું પડિલેહણ કરી વંદન કરી વસતિનું પ્રવેદન કરી કાલનું પ્રવેદન કરે. પછી વાચનાચાર્ય (અધિક પર્યાયવાળા સાધુ) પહેલા સઝાય પઠાવે. પછી બીજા સાધુઓ સઝાય પઠાવે. સ્વાધ્યાય કર્યા પછી ઉપયોગ કરે. આ સૂત્રપોરિસીનો આચાર છે. સાધુની સાત માંડલીઓ (સ્વાધ્યાયના સંબંધથી સાધુની સાત માંડલીઓ બતાવે છે) (1) સૂત્રમાંડલી (2) અર્થમાંડલી