________________ ગચ્છમાં પાંચ પ્રધાન પુરુષો (3) પ્રવર્તક - સાધુઓને તપ-સંયમ વગેરે યોગોમાં જે જેને યોગ્ય હોય તેમાં તેને પ્રવર્તાવે અને અસમર્થને અટકાવે છે. (4) સ્થવિર - પ્રવર્તકે પ્રવર્તાવેલ યોગમાં શક્તિ હોવા છતાં જે સદાય તેને સ્થિર કરે તે. (5) ગણાવચ્છેદક - સૂર, અર્થ, તદુભયના જાણકાર અને ગચ્છને યોગ્ય ક્ષેત્ર, ઉપધિ વગેરેને શોધવામાં થાકે નહીં તે. જે ગચ્છમાં આ પાંચ પ્રધાન પુરુષો હોય તે ગચ્છ છે. જે ગચ્છમાં આ પાંચ પ્રધાન પુરુષો ન હોય તે ગચ્છ નથી. પાંચ પ્રધાન પુરુષો જે ગચ્છમાં હોય તે ગચ્છમાં સૂત્ર-અર્થ મળે, બાર પ્રકારનો તપ થાય, સાધુઓની સ્થિરતા થાય, ક્ષેત્ર-ઉપધિ વગેરેનું ગ્રહણ થાય. કેટલાક સાધુઓ ઉગ્ર પરીષહો સહન ન કરી શકે તો કાઉસ્સગ્ગ, આસન, ધ્યાન, આતાપના વગેરે કષ્ટોને સહન કરે છે. પરીષહ કર્મોની નિર્જરા કરવા માટે સંયમમાર્ગનો નાશ થયા દીધા વિના પ્રતિકૂળતાઓને સહન કરવી તે પરીષહ. પરીષહો બાવીસ છે. પરીષહોને સાંભળી, જાણી અને અભ્યાસથી જીતી લેવા જોઈએ પણ સંયમમાર્ગનો નાશ થવા ન દેવો. બાવીસ પરીષહો આ પ્રમાણે છે - (1) ક્ષુધા - ભૂખને સહન કરવી પણ દોષિત આહારને ગ્રહણ કરવો નહીં, તથા મનમાં આર્તધ્યાન ન કરવું. બધા પરીષહોમાં સૌથી અઘરો પરીષહ સુધા પરીષહ છે, કેમકે રસ્તે ચાલવા સમાન ઘડપણ નથી, દારિત્ર્ય સમાન પરાભવ નથી, મરણ સમાન ભય નથી, ભૂખ સમાન પીડા નથી.