________________ આગારોના અર્થો કરાવનારું, બીજા કોઈથી ન થઈ શકે એવું, ગ્લાન-જિનાલય-સંઘ વગેરેનું કોઈ કાર્ય આવે ત્યારે તે કરવા માટે પુરિમ વગેરે આવે તે પૂર્વે વાપરીને તે કાર્ય કરવા જાય તો પણ પચ્ચકખાણનો ભંગ ન થાય. નવકારશી, પોરિસી, સાઢપોરિસીનો કાળ અલ્પ હોવાથી તેમના પચ્ચખાણમાં મહત્તરાકાર નથી. (8) સાગારિકાકાર - સાધુ એકાસણા વગેરમાં વાપરતા હોય ત્યાં ગૃહસ્થ આવી જાય તો તેના જવાની રાહ જુવે. તે ન જાય તો સાધુ ઊભા થઈને અન્ય સ્થાને જઈને વાપરે તો પણ પચ્ચકખાણનો ભંગ ન થાય. ગૃહસ્થની સામે વાપરવામાં તો મોટો દોષ છે. કહ્યું છે કે, “ગૃહસ્થને દુર્ગછા થાય તેમ આહાર, નિહાર અને પિંડગ્રહણ કરે તો તે છ કાયની દયાવાળો પણ સાધુ દુર્લભબોધિ થાય છે. ગૃહસ્થ એકાસણા વગેરેમાં વાપરતો હોય ત્યાં જેની નજરથી ભોજન પચે નહીં એવી વ્યક્તિ કે કેદી વગેરે ત્યાં આવી જાય તો ત્યાંથી ઊભા થઈને અન્ય સ્થાને જઈને વાપરે તો પણ પચ્ચખાણનો ભંગ ન થાય. આકુંચનપ્રસારણ - એકાસણા વગેરેમાં વાપરવા બેઠા હોય ત્યારે જંઘા (ઢીંચણની નીચેનો ભાગ) વગેરેને સંકોચવા-પસારવાથી કંઈક આસન હલે તો પણ પચ્ચખાણનો ભંગ ન થાય. (10) ગુરુઅભ્યત્થાન - એકાસણા વગેરેમાં વાપરવા બેઠા હોય ત્યારે આચાર્ય કે મહેમાન સાધુ આવે તો તેમના વિનય માટે ઊભા થઈને પછી બેસીને વાપરે તો પણ પચ્ચકખાણનો ભંગ ન થાય. (11) પારિષ્ઠાપનિકાકાર - વિધિપૂર્વક વહોરેલ અને વિધિપૂર્વક વાપરેલ આહાર વધે અને પરઠવવો પડે તેમ હોય તો ગુરુની આજ્ઞાથી એકાસણા વગેરેના પચ્ચકખાણવાળો વાપરીને ઊઠ્યા પછી પણ તે આહાર વાપરે તો તેના પચ્ચકખાણનો ભંગ ન થાય, કેમકે