________________ આગારોના અર્થો તો પોરિસી પૂરી થાય ત્યાં સુધી એમ જ બેઠા રહેવું. પોરિસી પૂરી થયા પછી જ બાકીનું વાપરવું. જાણ્યા પછી પોરિસી પૂરી થયા પૂર્વે બાકીનું વાપરે તો પચ્ચકખાણનો ભંગ થાય. (4) દિશામોહ - દિશાના ભ્રમથી પૂર્વને પશ્ચિમ સમજીને પોરિસી પૂરી થયા પૂર્વે વાપરે તો પણ પચ્ચખાણનો ભંગ ન થાય. ભ્રમ દૂર થયા પછી તો પોરિસી પૂરી થાય ત્યાં સુધી એમ જ બેઠા રહેવું. પોરિસી પૂરી થયા પછી જ બાકીનું વાપરવું. ભ્રમ દૂર થયા પછી પોરિસી પૂરી થયા પૂર્વે બાકીનું વાપરે તો પચ્ચકખાણનો ભંગ થાય. સાધુવચન - સાધુભગવંતો પાદોન પોરિસીએ પાત્રાનું પડિલેહણ કરે. ત્યારે એક સાધુ “ઉગ્વાડા પોરિસી' એમ બોલે. તે સાંભળીને કોઈ શ્રાવક વગેરે પોરિસી પૂરી થયાનો ભ્રમ થવાથી પોરિસી પૂરી થયા પૂર્વે વાપરે તો પણ પચ્ચકખાણનો ભંગ ન થાય. વાપરતા વાપરતા ખબર પડે કે બીજાના કહેવાથી ખબર પડે તો પોરિસી પૂરી થાય ત્યાં સુધી એમ જ બેઠા રહેવું. પોરિસી પૂરી થયા પછી જ બાકીનું વાપરવું. ખબર પડ્યા પછી પોરિસી પૂરી થયા પૂર્વે બાકીનું વાપરે તો પચ્ચકખાણનો ભંગ થાય. (6) સર્વસમાધિપ્રત્યય - અચાનક તીવ્ર શૂળ વગેરેની પીડાથી આર્તધ્યાન થાય તો તેને શાંત કરવા બધી ઇન્દ્રિયોની સમાધિ માટે પોરિસી પૂરી થયા પૂર્વે પથ્ય ઔષધ વગેરે વાપરે તો પચ્ચકુખાણનો ભંગ ન થાય. સમાધિ થયા પછી પોરિસી પૂરી થાય ત્યાં સુધી એમ જ બેઠા રહેવું. પોરિસી પૂરી થયા પછી જ બાકીનું વાપરવું. સમાધિ થયા પછી પોરિસી પૂરી થયા પૂર્વે બાકીનું વાપરે તો પચ્ચકખાણનો ભંગ થાય. (7) મહત્તરાકાર - પચ્ચકખાણથી થતી નિર્જરાની અપેક્ષાએ વધુ નિર્જરા