________________ આગારોના અર્થો 6. | પચ્ચકખાણ |આગારની સંખ્યા આગારના નામ 12| ભવચરિમ અનાભોગ, સહસાકાર 13| અમાવરણ અનાભોગ, સહસાકાર, ચોલપટ્ટાકાર, મહત્તરાકાર, સર્વસમાધિપ્રત્યય 14| વિગઈ, નીવિ 8 અનાભોગ, સહસાકાર, લેપાલેપ, (દ્રવવિગઈ ગૃહસ્થસંસૃષ્ટ, પ્રતીત્યપ્રક્ષિત, સંબંધી) પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર, સર્વસમાધિપ્રત્યય 15] વિગઈ, નીતિ 9 અનાભોગ, સહસાકાર, લેપાલેપ, (પિંડવિગઈ ગૃહસ્થસંસૃષ્ટ, ઉક્લિપ્તવિવેક સંબંધી) પ્રતીત્યપ્રક્ષિત, પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર, સર્વસમાધિપ્રત્યય આગારોના અર્થો અનાભોગ - અત્યંત વિસ્મરણ થવાથી ભૂલથી પચ્ચકખાણના સમય પૂર્વે વાપરે તો પણ પચ્ચકખાણનો ભંગ ન થાય. યાદ આવ્યા પછી ન વાપરે. વાપરે તો પચ્ચકખાણનો ભંગ થાય. યાદ આવ્યા પછી પચ્ચકખાણના સમય સુધી રાહ જુવે. સમય થયા પછી જ બાકીનું વાપરે. (2) સહસાકાર - પચ્ચક્ખાણના સમય પૂર્વે અચાનક મુખમાં કંઈ પડી જાય, જેમકે ગાય વગેરેને દોહતા દૂધનો છાંટો મુખમાં પડી જાય, ઘી વગેરેને તપાવતા તેનો છાંટો મુખમાં પડી જાય, છાશ વલોવતાં તેનો છાંટો મુખમાં પડી જાય, તો પણ પચ્ચખાણનો ભંગ ન થાય. (3) પ્રચ્છન્નકાલ - વાદળ, ધૂળ, પર્વત વગેરેથી ઢંકાયેલ હોવાથી સૂર્ય ન દેખાય ત્યારે પોરિસી પૂરી ન થઈ હોવા છતાં પૂરી થઈ છે એમ સમજીને વાપરે તો પણ પચ્ચકખાણનો ભંગ ન થાય. જાણ્યા પછી