________________ આગારોના અર્થો 23 પરઠવવામાં વધુ દોષ છે. તે વધેલો આહાર એકવારમાં જ વાપરે, વારંવાર નહીં. આ આગાર સાધુને જ હોય છે. શ્રાવક તો પચ્ચકખાણના સૂત્રને અખંડ રાખવા આ આગારનું ઉચ્ચારણ કરે. વધેલા આહાર સાથે પાણી પણ વધ્યું હોય તો ચઉવિહાર ઉપવાસના પચ્ચકખાણ વાળાને વાપરવા અપાય. જો પાણી ન વધ્યું હોય તો તેને વાપરવા ન અપાય, કેમકે તેને પાણીનો પણ ત્યાગ હોવાથી પાણી વિના તે મુખ શુદ્ધ કરી ન શકે. (12) લેપાલેપ - જે વિગઈનું પચ્ચકખાણ કર્યું હોય તેનાથી વાસણ લેપાયેલું હોય. તેને હાથ વગેરેથી લુછવા છતાં વિગઈનો થોડો અંશ તેમાં રહી જાય તેવા વાસણ થી વહોરાવે તો પણ પચ્ચખાણનો ભંગ ન થાય. (13) ગૃહસ્થસંસ્કૃષ્ટ - જે વિગઈનું પચ્ચખાણ કર્યું હોય તેનાથી ગૃહસ્થના હાથ ખરડાયેલા હોય અને તેવા હાથથી કશ્ય વસ્તુ વહોરાવે તો પણ પચ્ચકખાણનો ભંગ ન થાય. ગૃહસ્થ પોતાની માટે દૂધ કે દહીં સાથે ભાત ભેગા કર્યા હોય. તેમાં ભાતની ઉપર 4 અંગુલ સુધી રહેલ દૂધ-દહીં વિગઈ નથી, તેની ઉપરના વિગદરૂપ છે. ગૃહસ્થ પોતાની માટે ઢલા ગોળ, તેલ કે ઘી સાથે ભાત ભેગા કર્યા હોય. તેમાં ભાતની ઉપર 1 અંગુલ સુધી રહેલ ઢીલા ગોળ વગેરે વિગઈ નથી, તેની ઉપરના વિગઈરૂપ છે. ગૃહસ્થે પોતાની માટે કઠણ ગોળને ચૂરમામાં ભેગો કર્યો હોય. તેમાં લીલા આમળા જેટલા ગોળના કણીયા રહી જાય તો તે વિગઈ નથી, તેનાથી મોટા કણીયા વિગદરૂપ છે. ગૃહસ્થસંસૃષ્ટ આગારથી આ ત્રણે પ્રકારના દ્રવ્યો સાધુને વિગઈના પચ્ચક્ખાણમાં કહ્યું. (14) ઉસ્લિપ્તવિવેક - વહોરવાની વસ્તુ ઉપર ઉપાડી શકાય એવી કોઈ વિગઈ પડી હોય, તે વિગઈનો ત્યાગ હોય અને ગૃહસ્થ તે વિગઈને ઉપાડીને નીચે રહેલ વસ્તુ વહોરાવે તો તેમાં તે વિગઈના