________________ આહારના ચાર પ્રકાર () ભાવ અભિગ્રહ - રડતું બાળક, ગુસ્સે થયેલ માણસ વગેરે વહોરાવે તો વહોરવું તે. વિગઈ - ચાર મહાવિગઈનો સંપૂર્ણ ત્યાગ કરવો. 6 વિગઈ અને 30 નીવિયાતામાંથી યથાશક્ય ત્યાગ કરવો. દેશાવકાશિક - જેમાં 12 વ્રતોના અને ઉપભોગ-પરિભોગનો સંક્ષેપ કરાય તે દેશાવકાશિક. જે એકવાર ભોગવાય તે ઉપભોગ. દા.ત. દ્રવ્ય, સચિત્ત, વિગઈ. જે વારંવાર ભોગવાય તે પરિભોગ. દા.ત. વસ્ત્ર, દાગીના, સ્ત્રી વગેરે. આહારના ચાર પ્રકાર (1) અશન - જે જલ્દીથી ભૂખને શમાવે તે અશન. દા.ત. ચોખા વગેરે અનાજ, મગ વગેરે કઠોળ, સસ્તુ વગેરે, રાબ વગેરે, મોદક વગેરે મિઠાઈ, દૂધ વગેરે, સૂરણ વગેરે, ખાખરા વગેરે. (2) પાન - ઇન્દ્રિયો વગેરે પ્રાણીની ઉપર ઉપકાર કરે તે પાન. દા.ત. કાંજી, જવ વગેરેના ધોવણનું પાણી, દારૂ વગેરે, બધા પ્રકારના પાણી, કાકળીનું પાણી વગેરે. (3) ખાદિમ - મુખના આકાશમાં સમાય તે ખાદિમ. દા.ત. ધાણી વગેરે શેકેલા - ભુજેલા અનાજ, ગોળ, તલપાપડી, ખજૂર, નાળિયેર, દ્રાક્ષ, શેરડી, આંબો, ફણસ વગેરે. સ્વાદિમ - ભોજનના રસને સ્વાદ પમાડે તે સ્વાદિમ. દા.ત. દાંતણ, મુખવાસ, તુલસી, પિંડાર્જગ, મધ, પિપર, સુંઠ, મરચું, જીરુ, હરડે, આમળા વગેરે. અણાહારી વસ્તુઓ - લિંબડાની છાલ, રાખ, ખદિર, ત્રિકટુક વગેરે. (4)