________________ 17 દશ પ્રકારના પચ્ચખાણ (vi) આયંબિલ - એકાસણાની જેમ, પણ વિગઈ, ખટાશ, લીલોતરી વગેરેનો ત્યાગ કરવો. * (ii) અભક્તાર્થ - અભક્તાર્થ = ઉપવાસ. સર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો તે ચઉવિહાર ઉપવાસ, અથવા દિવસે ઉકાળેલા પાણીની છૂટ તે તિવિહાર ઉપવાસ. સામાન્ય માણસ દિવસમાં બે વાર ભોજન કરે છે. ઉપવાસમાં બે વાર ભોજનનો ત્યાગ હોવાથી ઉપવાસને અભક્તાર્થ કહેવાય છે. ઉપવાસની આગળ-પાછળ એકાસણા કર્યા હોય તો ચાર વાર ભોજનનો ત્યાગ થવાથી ચતુર્થભક્ત કહેવાય છે. છઠ્ઠ, અઢમ વગેરેમાં આગળપાછળ એકાસણા ન કર્યા હોય તો પણ છઠ્ઠ, અઠ્ઠમ વગેરેની સંજ્ઞા રૂઢ છે. (vi) ચરિમ - તે બે પ્રકારે છે - (a) દિવસચરિમ - દિવસના છેલ્લા ભાગનું પચ્ચખાણ છે. તે સૂર્યાસ્ત પૂર્વે 1 મુહૂર્ત પહેલા લઈ લેવું. રાત્રિભોજનનો ત્યાગ કરનારને આ પચ્ચકખાણ રાત્રિભોજનના ત્યાગની યાદ અપાવે છે. એકાસણા વગેરેનું પચ્ચકખાણ 8 આગારવાળુ છે. દિવસચરિમ પચ્ચકખાણ 4 આગારવાળુ છે. માટે એકાસણા વગેરે કરનારે પણ આગારનો સંક્ષેપ કરવા આ પચ્ચખાણ કરવું. (b) ભવચરિમ - ભવના છેલ્લા વખતનું પચ્ચખાણ તે. (1) અભિગ્રહ - અભિગ્રહ = નિયમ. તે ચાર પ્રકારે છે - () દ્રવ્ય અભિગ્રહ - અમુક દ્રવ્યોથી વધુ ન વાપરવા તે. (b) ક્ષેત્ર અભિગ્રહ-અમુક ઘરોથી વધારે ઘરોમાં વહોરવા ન જવું તે. (9) કાળ અભિગ્રહ - અમુક કાળમાં જે મળે તે વાપરવું તે.