________________ 16 દશ પ્રકારના પચ્ચખાણ - મુક્રિસહિયં પચ્ચકખાણ કર્યું ચઉવિહાર, પચ્ચકખાણ ફાસિય પાલિયા સોહિયં તિરિય કિટ્ટિયે આરાહિયં જંચ ન આરાહિયં તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પછી ત્રણ નવકાર ગણવા ( સંકેત પચ્ચકખાણ હોય તેનું નામ બોલવું. અંગુઠો, મુકિ, ગાંઠ વગેરે છૂટા કરવા. મોઢામાં કંઈપણ નાંખતાં પહેલા આ રીતે પચ્ચખાણ પારવું. વાપર્યા પછી ફરી સંકેત પચ્ચખાણ લેવું.) | મુક્રિસહિયં પચ્ચકખાણ કરવાથી 1 મહિનામાં 27 ચઉવિહાર ઉપવાસનો લાભ મળે છે. (10) અદ્ધા પચ્ચકખાણ - અદ્ધા = કાળ. કાળસંબંધી પચ્ચકખાણ તે અદ્ધા પચ્ચખાણ. તેના દસ પ્રકાર છે - નવકારસહિત - સૂર્યોદયથી એક મુહૂર્તનું અને સમય પૂરો થયે નવકાર ગણીને પારવાનું પચ્ચખાણ તે. નવકાર ન ગણો તો સૂર્યાસ્ત સમયે પણ પચ્ચકખાણ પૂરું ન થાય. મુહૂર્ત પહેલા નવકાર ગણે તો પચ્ચકખાણ પૂરું ન થાય. મુહૂર્ત પૂર્ણ થયા પછી નવકાર ગણે તો જ પચ્ચખાણ પૂરું થાય. (i) પોરિસી - સૂર્યોદયથી 1 પ્રહર સુધીનું પચ્ચકખાણ તે. (અથવા સૂર્યોદયથી દોઢ પ્રહર સુધીનું પચ્ચખાણ તે સાઢપોરિસિ.) (i) પુરિમાઈ - દિવસના પૂર્વભાગનું એટલે કે સૂર્યોદયથી બે પ્રહર સુધીનું પચ્ચખાણ તે. (અથવા સૂર્યોદયથી ત્રણ પ્રહર સુધીનું પચ્ચકખાણ તે અપાઈ.) (iv) એકાશન - નિશ્ચલ બેઠકથી એકવાર ભોજન કરવું તે. ભોજન બાદ તિવિહાર કે ચઉવિહારનું પચ્ચકખાણ કરવું. (v) એકલઠાણું - એકાસણાની જેમ, પણ માત્ર જમણો હાથ ને મુખ સિવાય અન્ય કોઈપણ અંગને હલાવવા નહીં. ભોજન બાદ ચઉવિહારનું પચ્ચખાણ કરવું.