________________ રાત્રે મોટેથી અધ્યાપન કરાવતાં થયેલા અનિષ્ટ પર દષ્ટાંત સાધુ એટલે કે નિષ્પરિગ્રહી છીએ. અમે પરિગ્રહ રાખતા નથી. માટે આવા તુચ્છ અને સંસારમાં રખડાવનાર ધનનું અમને કામ નથી. પરંતુ અમારા વચનથી તને ધનની પ્રાપ્તિ શી રીતે થઈ ?' ત્યારે માછીમારે બધી હકીકત કહી. પાપભીરુ એવા આચાર્ય વિચારમાં પડી ગયા, “હે સ્વામી અરિહંત પ્રભુ ! ભૂલી જવાથી અને પ્રમાદને લીધે થોડાક વચનના અસંવરથી મને કેટલું બધું પાપ લાગ્યું? વળી આ માછીમારે બીજાને તે ઉપાય કહ્યો હશે તો તે પાપની પરંપરા ચાલશે. ખરેખર જ્ઞાનીઓએ બરાબર કહ્યું છે કે, “ઝેર પીવું સારું, અગ્નિમાં પૃપાપાત કરવો સારો પરંતુ પ્રમાદની સોબત કરવી નકામી છે.” “જયણા ધર્મની માતા છે. જયણા ધર્મનું પાલન કરનારી છે. જયણા ધર્મની વૃદ્ધિ કરનારી છે. જયણા એકાંત સુખને આપનારી છે. માટે પ્રાણીઓએ જયણાનું જ પાલન કરવું જોઈએ અને પ્રમાદને છોડી દેવો જોઈએ.' દશવૈકાલિકમાં પણ કહ્યું છે કે, “જયણાપૂર્વક ચાલવું, જયણાપૂર્વક ઊભા રહેવું, જયણાપૂર્વક બેસવું, જયણાપૂર્વક સૂવું, જયણાપૂર્વક ભોજન કરવું, જયણાપૂર્વક બોલવું. આમ કરવાથી પાપકર્મ બંધાતું નથી.” હું પણ જયણા ચૂક્યો તો આટલું પાપ થયું. હવે ઉપાય કરીને માછીમારને પાપથી નિવારું. ઉપદેશથી સમજીને પાપથી એ પાછો નહીં ફરે. તેથી આ એકને મારી નાંખવાથી અનેક પ્રાણીઓના સંહારનું પાપ અટકશે. તેથી અલ્પ વ્યયથી વિશેષ લાભ થશે. તે કહ્યું છે કે, “જિનશાસનમાં કોઈ પણ વસ્તુની સર્વથા અનુજ્ઞા કે સર્વથા નિષેધ નથી. જેમ લાભની આકાંક્ષાવાળો વાણીયો લાભ અને નુકસાનને વિચારીને અલ્પ નુકસાનવાળો અને વધુ લાભવાળો ધંધો કરે છે તેમ લાભ અને નુકસાનને વિચારીને અલ્પ નુકસાનવાળી અને વધુ લાભવાળી પ્રવત્તિ કરવી.”