________________ કાલગ્રહણ આમ વિચારીને ઉત્સર્ગ - અપવાદને જાણતાં આચાર્ય માછીમારને પૂછ્યું કે, “તેં આ ઔષધ કોઈને જણાવ્યું છે?” તેણે કહ્યું, “ના, શ્રેષ્ઠ નિધાનની જેમ મેં આ કોઈને જણાવ્યું નથી.' આચાર્યું તેને કહ્યું, “તેં બહુ સારું કર્યું, પણ આ ઔષધથી તને બહુ પાપ લાગ્યું અને લાભ થોડો જ થયો. તેથી તને બીજું ઔષધ બતાવું કે જેનાથી અક્ષય સુવર્ણ આપનાર સુવર્ણપુરુષ સિદ્ધ થાય. તેથી તે વધારે ધનવાન બનીશ. માછીમાર રાજીનો રેડ થઈ ગયો. તે બોલ્યો, “સ્વામી ! તે ઔષધ કહો.” આચાર્ય બોલ્યા, “બારણું બંધ કરીને ઓરડાની અંદર પાણીના કુંડમાં આ ઔષધ નાખવાથી સુવર્ણપુરુષ પ્રગટશે.” તેણે તેમ કર્યું. પાણીના કુંડમાં ઔષધ નાખતાં તેમાંથી સંમૂચ્છિમ વાઘ પેદા થયો. તેણે માછીમારને ફાડી ખાધો. વાઘ સંમૂચ્છિમ હોવાથી અંતર્મુહૂર્તમાં તે પણ મરી ગયો. આમ આચાર્યે પાપની વૃદ્ધિ અટકાવી. તેઓ શિષ્ય સહિત આલોચના-પ્રાયશ્ચિત્ત કરીને સદ્ગતિમાં ગયા. આમ ભવ્ય જીવોએ રાતદિવસ ભાષાસમિતિનું પાલન કરવું. વિશેષ કરીને રાતે મોટા અવાજે ન બોલવું. કાલગ્રહણ સવારે કાલિકશ્રુત ભણવા માટે ઉચિત કાળે કાલગ્રહણ લે. કાલગ્રહણ એક વિશિષ્ટ ક્રિયા છે. તે બે સાધુઓ કરે છે. શ્રુત બે પ્રકારનું છે (i) કાલિકશ્રુત - કાલગ્રહણની ક્રિયા કર્યા પછી જ જે શ્રુત ભણી શકાય છે. દા.ત. ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે. (i) ઉત્કાલિકશ્રુત - કાલગ્રહણની ક્રિયા કર્યા વિના જે શ્રુત ભણી શકાય છે. દા.ત. દશવૈકાલિકસૂત્ર વગેરે. પૂર્વે કાલિકશ્રુતને ભણવા માટે કાલગ્રહણ લેવાતું હતું. વર્તમાનકાળે કાલિકશ્રુતના યોગોદ્રહનમાં કાલગ્રહણ લેવાય છે.