________________ રાત્રે મોટેથી અધ્યાપન કરાવતાં થયેલા અનિષ્ટ પર દષ્ટાંત કરે. તેમાં નિમિત્તભૂત બનવાથી સાધુને દોષ લાગે. માટે સવારે મોટા અવાજે ન બોલવું. રાત્રે મોટેથી અધ્યાપન કરાવતાં થયેલા અનિષ્ટ પર આચાર્યનું દષ્ટાંત એક નગરમાં કોઈ ગીતાર્થ આચાર્ય ચોમાસામાં ઉપાશ્રયમાં પાછલી રાતે શિષ્યોને પૂર્વમાં રહેલ જીવ અધ્યયન ભણાવતા હતા. તેમાં ઔષધના પ્રયોગથી જીવોની ઉત્પત્તિનો અધિકાર ચાલતો હતો. આચાર્ય ધીમે ધીમે ભણાવતાં હતા. તેટલામાં એક શિષ્ય એકાએક મોટા અવાજે પૂછ્યું, “ભગવંત ! આગમમાં અમુક વૃક્ષના પાંદડાના યોગથી પાણીમાં તાત્કાલિક માછલા ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે, તો તે વૃક્ષનું લોકપ્રસિદ્ધ નામ શું છે?' ગુરુએ પણ અનાભોગથી એ વૃક્ષનું મોટા અવાજે નામ કહ્યું. આ બન્નેનો વાર્તાલાપ પાડોશમાં રહેતાં એક માછીમારે સાંભળ્યો. સાંભળતાંની સાથે જ બીજા દિવસની વહેલી સવારે તે બજારમાંથી તે વૃક્ષના પાંદડા લઈ આવ્યો. તેણે તે વૃક્ષના પાંદડાનો ઉપયોગ કરી ઘણાં માછલા પેદા કર્યા અને માર્યા. તેણે ઘણા માછલાઓ વેચ્યા. કાળ પસાર થતાં થોડા દિવસમાં તે ખૂબ જ ધનાઢ્ય બની ગયો. તેણે પોતાની મિલકતથી ઝુંપડી છોડીને મોટો મહેલ બનાવ્યો. તે મહેલમાં તે જાતજાતના વિલાસો કરે છે અને ભોગોને ભોગવે છે. થોડા વર્ષો બાદ તે જ આચાર્ય તે ગામમાં પધાર્યા. માછીમારે તેમને જોયા. આચાર્યને ઉપકારી માની તેણે અણસમજથી રત્નોથી અને સોનાથી ભરેલી પોટલી આચાર્યના ચરણે ધરી. તેણે આચાર્યને કહ્યું, “હે ભગવંત ! ધન વિનાનો એવો હું આપના વચનરૂપી પ્રસાદથી ધનવાન થયો છું. આપે જ મને ધનાઢ્ય બનાવ્યો છે. માટે મારી ઉપર મહેરબાની કરીને આ મારી પ્રસાદી સ્વીકારો જેથી મને આનંદ થાય.' ત્યારે આચાર્યએ કહ્યું, “હે ભાગ્યશાળી ! અમારે ધનનું શું કામ છે? અમે તો