________________ ઈરિયાવાહિનો અર્થ, કુસુમિણ દુસુમિણનો કાઉસ્સગ્ગ આપનારા ગુરુ ભગવંતને અને શત્રુંજય વગેરે તીર્થોને યાદ કરે. ત્યાર પછી તે આ પ્રમાણે વિચારે - “હું ક્યું ધર્મકાર્ય નથી કરતો ? મેં ક્યું ધર્મકાર્ય વધુ કર્યું છે? મેં ક્યા અભિગ્રહો લીધા છે? હું મારું શું જોઉં છું? બીજા મને કેવો જુવે છે ? કરવા યોગ્ય શું હું કરતો નથી ? ક્યા અભિગ્રહો લેવા મારે માટે ઉચિત છે? મારી કઈ ભૂલ થઈ છે ? મારા દિવસો કેવી રીતે જાય છે? હું શી રીતે પ્રમાદરૂપી કાદવમાં ન પડું? આમ ધર્મજાગરિકા કરીને પછી મુનિ આવસહી કહીને માત્ર પરઠવવાની ભૂમિએ જઈને લઘુ શંકાનું નિવારણ કરે. પછી નિસ્સીહિ બોલીને તે ઉપાશ્રયમાં પ્રવેશે. ત્યાર પછી તે ઈરિયાવતિનું પ્રતિક્રમણ કરે. ઇરિયાવહિનો અર્થ રસ્તે જતા જે કોઈ જીવોને પીડા કરવા રૂપ વિરાધના થઈ હોય તે ઇરિયાવહિ, અથવા ધ્યાન-મૌન વગેરે રૂપ સાધુના આચારની નદી ઊતરવી, સૂવું, ભોજન કરવું વગેરે વડે હિંસા વગેરે રૂપ વિરાધના તે ઈરિયાવહિ. ઈરિયાવતિનું પ્રતિક્રમણ એટલે તે વિરાધનાઓની માફી માગીને તેમનાથી પાછુ ફરવું. બધા અનુષ્ઠાનોની પહેલા ઇરિયાવહિ કરવાનું કહ્યું છે. ઈરિયાવહિ કર્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાય, પ્રતિક્રમણ વગેરે કંઈપણ કરવું કલ્પ નહીં. કુસુમિણ દુસુમિણનો કાઉસ્સગ્ન ઈરિયાવતિનું પ્રતિક્રમણ કર્યા પછી ખમાસમણું આપીને “કુસુમિણ દુસુમિણ ઓહડાવણિય રાઈપાયચ્છિત્તવિસોહણë કાઉસ્સગ્ન કરું?” એમ આદેશ માગીને કાઉસ્સગ્ન કરવો. રાતે સ્વપ્નમાં અહિંસા વગેરેની વિરાધના થઈ હોય તો તે કાઉસ્સગ્ગ ચાર લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધીનો એટલે કે સો શ્વાસોચ્છવાસનો થાય છે. જો ચોથા વ્રતની વિરાધના