________________ (શ્રીયતિદિનચર્યા ) (પદાર્થસંગ્રહ) યુગપ્રધાન શ્રી કાલિકાચાર્યજી મહારાજની પરંપરામાં થયેલા શ્રીભાવદેવસૂરિજી મહારાજે શ્રીયતિદિનચર્યાની રચના કરી છે. તેની ઉપર શ્રીમતિસાગરસૂરિજી મહારાજે અવચૂર્ણિ રચી છે. આ બન્નેના આધારે આ પદાર્થોનું સંકલન કર્યું છે. મંગલાચરણ - શ્રીવીરપ્રભુને નમસ્કાર કરીને મન-વચન-કાયાની નિર્મળતાપૂર્વક આગમને અનુસારે સંયમીઓને હિતકારી એવી સામાચારીને હું સંક્ષેપમાં કહીશ. | મુનિ રાત્રે કેવી રીતે જાગે? બધા મુનિઓ રાત્રીના છેલ્લા પ્રહરમાં નમસ્કાર મહામંત્રને બોલતાં બોલતાં જાગે છે. શાસ્ત્રમાં પાંચ પ્રકારની નિદ્રા બતાવી છે - (1) નિદ્રા - જેમાંથી નખની ચપટી વગેરેથી સુખેથી જાગી શકાય તે. (2) નિદ્રાનિદ્રા - જેમાંથી મુશ્કેલીથી જાગી શકાય તે. (3) પ્રચલા - જેમાં ઊભા ઊભા કે બેઠા બેઠા ઊંધે તે. (4) પ્રચલપ્રચલા - જેમાં ચાલતા ચાલતા ઊંધે તે. (5) થીણદ્ધિ - જેમાં દિવસે ચિંતવેલા કાર્યને રાત્રે નિદ્રાવસ્થામાં કરે છે. તેમાં ઘણું બળ એકઠું થાય છે. પહેલા સંઘયણવાળાને વાસુદેવ કરતા અડધું બળ એકઠું થાય છે અને છેલ્લા સંઘયણવાળાને પોતાનાથી બમણું બળ એકઠું થાય છે. મુનિ નિદ્રાનો ત્યાગ કરીને જાગે. ત્યાર પછી તે વીતરાગ એવા ભગવાનને, તત્ત્વનો ઉપદેશ