________________ સ્વાધ્યાયનું માહાભ્ય થઈ હોય તો તે કાઉસ્સગ્ગ ચાર લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધી અને એક નવકારનો એટલે કે એકસો આઠ શ્વાસોચ્છવાસનો થાય છે. (હાલ આ કાઉસ્સગ્ગ ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધીનો થાય છે.) કુસુમિણ દુસુમિણનો કાઉસ્સગ્ન કર્યા પછી ચૈત્યવંદન અને મુનિવંદન કરીને પ્રમાદ રહિત બધા સાધુઓ સ્વાધ્યાય કરે. | સ્વાધ્યાયનું માહાભ્ય કોઈ પણ ધર્માનુષ્ઠાનમાં ઉદ્યમવાળો આત્મા અસંખ્ય ભવના કર્મો ખપાવે છે. સ્વાધ્યાયમાં ઉપયોગવાળો જીવ વિશેષ કરીને કમ ખપાવે છે. પ્રશ્ન - સ્વાધ્યાયથી વધુ નિર્જરા કેમ થાય છે? જવાબ - કર્મનિર્જરાનો આધાર આત્માના પરિણામ છે. શુભયોગોમાં ચિત્તની એકાગ્રતા જેમ વધુ તેમ વધુ કર્મનિર્જરા થાય છે. અન્ય યોગોમાં ચિત્તની એકાગ્રતા જેટલી જળવાય તેના કરતા સ્વાધ્યાયમાં ચિત્તની વધુ એકાગ્રતા સહેલાઈથી જળવાય છે. તેથી સ્વાધ્યાયમાં વિશેષ કર્મનિર્જરા થાય છે. વળી સ્વાધ્યાયથી નવું નવું જ્ઞાન મળે છે. તેથી સંસારની ભયંકરતાનું દર્શન થાય છે અને સંવેગનો ભાવ વધે છે. તેથી પણ કર્મનિર્જરા વધુ થાય છે. | મન ઘોડા જેવું છે. તે ઉન્માર્ગે જાય છે. સ્વાધ્યાય લગામ જેવો છે. સ્વાધ્યાયરૂપી લગામ વિના મનરૂપી ઘોડાને ઉન્માર્ગે જતો રોકવો શક્ય નથી. અન્ય યોગોમાં સમય પસાર કરવો મુશ્કેલ બને છે. જ્યારે સ્વાધ્યાયમાં નવા નવા પદાર્થોનું જ્ઞાન મળતું હોવાથી પૂર્વક્રોડ વર્ષનો કાળ પણ ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર પડતી નથી. માટે આ જ ગ્રંથમાં આગળ બતાવવાના છે કે સાધુએ અહોરાત્રમાં પાંચ પહોરનો સ્વાધ્યાય કરવાનો છે. પ્રભાત સમયે શરદઋતુના સરોવરના પાણી જેવું નિર્મળ અને