________________ 99 ક્યા તીર્થોને અને જિનેશ્વરોને વંદન કરે? ક્યા તીર્થોને અને જિનેશ્વરોને વંદન કરે? (ઉપર કહ્યું કે શાશ્વત ચેત્યો અને અશાશ્વત ચૈત્યો વગેરેને યાદ કરીને જિનેશ્વરોને વંદન કરે. તેથી હવે તે શાશ્વતચૈત્યો અને અશાશ્વત ચૈત્યો બતાવે છે.). (1) નંદીશ્વરદ્વીપ - પર જિનાલયના 6,448 જિનપ્રતિમાને વંદન કરે. મતાંતરે 20 જિનાલયના 2,480 જિનપ્રતિમાને વંદન કરે. (2) અષ્ટાપદ - અયોધ્યાથી 12 યોજન (પ્રમાણાંગુલથી મપાયેલ) દૂર અષ્ટાપદ નામનો પર્વત છે. તે કોશલા દેશના લોકોનું રમવાનું સ્થાન છે. તેની ઉપર ભરત ચક્રવર્તીએ સિંહનિષદ્યા પ્રાસાદ' નામનું ચતુર્મુખ જિનાલય બનાવ્યું છે. તેમાં નીચે મુજબ ભગવાન છે - પૂર્વ દિશા | જિનપ્રતિમાની સંખ્યા | જિનપ્રતિમાના નામો ઋષભદેવ, અજિતનાથ દક્ષિણ સંભવનાથથી પદ્મપ્રભ પશ્ચિમ સુપાર્શ્વનાથથી અનંતનાથ ધર્મનાથથી મહાવીર સ્વામી ઉત્તર આ જિનપ્રતિમાઓ ભગવાનના વર્ણની અને ભગવાનના પ્રમાણવાળી છે. તેમને યાદ કરીને વંદન કરે. (3) શત્રુંજય - શ= જયને અને તેની ઉપર રહેલ જિનાલયો જિનપ્રતિમાઓને વંદન કરે. (4) સમેતશિખર વગેરે કલ્યાણકભૂમિઓ - 24 તીર્થકરોની નિર્વાણભૂમિઓ આ પ્રમાણે છે -