________________ 98 સંથારો કરવાની વિધિ સેવા વગેરે કાર્યોથી પસાર કરીને ખમાસમણું આપીને મુહપત્તિનું પડિલેહણ કરે. પછી 1 ખમાસમણું આપી “રાત્રિ સંથારો સંદિસાહુ નો આદેશ માંગે. પછી 1 ખમાસમણું આપી રાઇસંથારએ ઠામિ'નો આદેશ માંગે. (3) પછી ચૈત્યવંદન કરે. (4) પછી સંથારા અને ઉત્તપટ્ટાને જોડીને ઢીંચણ ઉપર રાખીને ભૂમિને પૂજે. તે પૂજેલી ભૂમિ ઉપર તે સંથારો અને ઉત્તરપટ્ટો પાથરે. (5) પછી સંથારો કરવાની રજા માંગીને બધા વ્યાપારના નિષેધને સૂચવનારી નિસહી કહે. (6) પછી ક્ષમાશ્રમણ પૂજ્યોને નમસ્કાર કરે. (7) પછી સંથારા પર બેસીને મુહપત્તિનું પડિલેહણ કરી ત્રણ વાર નવકાર + કરેમિ ભંતે બોલે. (8) પછી ચાર શરણના સ્વીકાર વગેરેની વિધિ કરે. (9) પછી 18 પાપસ્થાનકોને વોસિરાવે. (10) પછી પચ્ચખાણને યાદ કરીને પરમેષ્ઠિનું સ્મરણ કરે. (11) પછી અણજાણહ પરમગુરુ, અણજાણહસંથાર, સંકોડિય સંડાસા વગેરે સંથારાપોરસીની ગાથાઓ વિચારે. (12) પછી સૂઈ જાય. પ્રમાદથી ડરતો સાધુ ઘસઘસાટ ન ઊંધે. (13) પછી સંથારામાં સૂતા સૂતા ઊંઘ ન આવે ત્યાં સુધી શાશ્વત ચૈત્યો અને અશાશ્વત ચૈત્યો વગેરેને યાદ કરીને જિનેશ્વરોને વંદન કરે, . પૂર્વમુનિઓને વંદન કરે, અધિકરણ વોસિરાવે, મિચ્છામિ દુક્કડમ્ આપે, શુભભાવના ભાવે, સમ્યકત્વના સ્વરૂપનું ચિંતન કરે, નવકારનું સ્મરણ કરે.