________________ 92 દેવસી પ્રતિક્રમણની વિધિ (4) પછી જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ચારિત્ર શ્રેષ્ઠ હોવાથી ચારિત્રની વિશુદ્ધિ માટે “કરેમિ ભંતે' સૂત્ર બોલીને કાઉસ્સગ્ન કરવો. તેમાં સવારના પડિલેહણથી માંડીને દિવસમાં લાગેલા અતિચારોને મનથી વિચારવા. તે અતિચારો આ પ્રમાણે છે - (1) શયન - સંથારો અવિધિથી ગ્રહણ કરવાથી અને વાપરવાથી લાગેલ અતિચાર. (i) આસન - પીઠ વગેરે અવિધિથી ગ્રહણ કરવાથી અને વાપરવાથી લાગેલ અતિચાર. (i) અન્નપાન - આહારપાણી અવિધિથી ગ્રહણ કરવાથી અને વાપરવાથી લાગેલ અતિચાર. ચૈત્ય - અવિધિથી જિનાલય-જિનપ્રતિમાને વંદન કરવાથી લાગેલ અતિચાર. (v) યતિ - સાધુને યોગ્ય ઉચિત વિનય વગેરે ન કરવાથી લાગેલ અતિચાર. (vi) શય્યા - વસતિનું અવિધિથી પ્રમાર્જન કરવાથી કે સ્ત્રી વગેરેથી સંસક્ત વસતિમાં રહેવાથી લાગેલ અતિચાર. (vi) કાયિકી-ઉચ્ચાર - લઘુનીતિ-વડી નીતિ અસ્થડિલમાં કે જોયા વિનાની અંડિલભૂમિમાં કરવાથી લાગેલ અતિચાર. (vi) સમિતિ - ઈર્યાસમિતિ વગેરે પાંચ સમિતિઓનું વિપરીત આચરણ કરવાથી કે આચરણ નહીં કરવાથી લાગેલ અતિચાર. (ix) ભાવના - અનિત્યભાવના વગેરે બાર ભાવનાઓનું વિપરીત ચિંતન કરવાથી કે ચિંતન નહીં કરવાથી લાગેલ અતિચાર. (4) ગુપ્તિ - ત્રણ ગુપ્તિઓનું વિપરીત આચરણ કરવાથી કે આચરણ નહીં કરવાથી લાગેલ અતિચાર.