________________ કાલાતીત, માર્ગાતીત 91 આ કાઉસ્સગ્નમાં દિવસ દરમ્યાન લાગેલા અતિચારો યાદ કરે. અતિચારોને યાદ કરીને તેમનું આલોચનારૂપ પ્રાયશ્ચિત્ત કરે છે. કાલાતીત (ઉપર અતિચારોને વિચારે એમ કહ્યું. તેથી કાલાતીત-માર્ગાતીત અતિચારો કહે છે.) પહેલા પ્રહરમાં વહોરેલા અશન વગેરે સાધુને ત્રીજા પ્રહર સુધી વાપરવા કહ્યું, ત્યાર પછી તે કાલાતીત કહેવાય. તે વાપરવા ન કલ્પે. માર્ગાતીત બે ગાઉની અંદરથી લાવેલા અશન વગેરે સાધુને વાપરવા કહ્યું. તેની બહારથી લાવેલા અશન વગેરે માર્ગાતીત કહેવાય. તે વાપરવા ન કલ્પે. - સાંજના દેવસી પ્રતિક્રમણનો સમય સાંજનું દેવસી પ્રતિક્રમણ તેવી રીતે શરૂ કરવું કે સૂર્ય અડધો અસ્ત થાય ત્યારે પ્રતિક્રમણ સૂત્ર આવે અને પ્રતિક્રમણ પૂરું થાય ત્યારે બે કે ત્રણ તારા દેખાય. પ્રતિક્રમણ પૂર્વદિશા કે ઉત્તરદિશા સન્મુખ કરવું. પ્રતિક્રમણ શ્રીવત્સમાંડલીમાં કે પરિપાટીમાંડલીમાં કરવું. દેવસી પ્રતિક્રમણની વિધિ (1) ચૈત્યવંદન, ચાર થોય. (2) ચાર ખમાસમણાપૂર્વક ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય, સાધુને વંદન. (3) પછી ભૂમિ ઉપર મસ્તક નમાવી “સબૂસ્તવિ દેવસિય' વગેરે બોલવું.