________________ 90 દિવસના ચોથા પ્રહરમાં સાધુએ કરવાનું કૃત્ય બહારની ભૂમિ, અંદરની ભૂમિ = 2 નજીકમાં, વચ્ચે, દૂર = 3 2 4 2 X 3 = 12 (1) સહન થઈ શકે એવી શંકા હોય, નજીકમાં, બહારની ભૂમિ. (2) સહન થઈ શકે એવી શંકા હોય, નજીકમાં, અંદરની ભૂમિ. (3) સહન થઈ શકે એવી શંકા હોય, વચ્ચે, બહારની ભૂમિ. (4) સહન થઈ શકે એવી શંકા હોય, વચ્ચે, અંદરની ભૂમિ. (5) સહન થઈ શકે એવી શંકા હોય, દૂર, બહારની ભૂમિ. સહન થઈ શકે એવી શંકા હોય, દૂર, અંદરની ભૂમિ. (6). એવી જ હોય વચ્ચે માં, અંદરની બાજ. (8) સહન ન થઈ શકે એવી શંકા હોય, નજીકમાં, અંદરની ભૂમિ. (9) સહન ન થઈ શકે એવી શંકા હોય, વચ્ચે, બહારની ભૂમિ. (10) સહન ન થઈ શકે એવી શંકા હોય, વચ્ચે, અંદરની ભૂમિ. (11) સહન ન થઈ શકે એવી શંકા હોય, દૂર, બહારની ભૂમિ. (12) સહન ન થઈ શકે એવી શંકા હોય, દૂર, અંદરની ભૂમિ. આ પ્રમાણે સ્પંડિલ પરઠવવાની 12 ભૂમિ જુવે. એ જ રીતે માત્રુ પરઠવવાની 12 ભૂમિ જુવે. પછી કાલગ્રહણ લેવાની 3 ભૂમિ જુવે. પછી કાઉસ્સગ્ન કરે. તેમાં નીચેની ગાથા અર્થના ઉપયોગપૂર્વક ચિંતવે - 'कालो गोअरचरिया थंडिल वसहि वत्थपत्तपडिलेहा / संभरई सो साहू जस्सवि जं किंचि उवउत्तं // ' અર્થ - કાલગ્રહણમાં, ગોચરીમાં, અંડિલભૂમિમાં, વસતિમાં, વસ્ત્ર-પાત્રાના પડિલેહણમાં જે અતિચાર લાગ્યા હોય જેનું જે કંઈ યાદ આવે તેનું તે સાધુ યાદ કરે.