________________ દાંડાના ઉપયોગો 89 દાંડાના ઉપયોગો (1) ગામના દુષ્ટ પશુઓ, કુતરાઓ, જંગલના દુષ્ટ પશુઓથી શરીરની રક્ષા માટે દાંડો રખાય છે. (2) કાદવવાળી જગ્યાએ શરીરની રક્ષા માટે દાંડો રખાય છે. (3) ઊંચી-નીચી જગ્યાએ શરીરની રક્ષા માટે દાંડો રખાય છે. પાણીના માર્ગોમાં (જ્યાં પાણી ઓળંગવાનું હોય ત્યાં) શરીરની રક્ષા માટે દાંડો રખાય છે. આમ દાંડો તપ અને સંયમનો સાધક છે. ઉપકરણ શરીરની રક્ષા વગેરે ઉપકાર કરે તે ઉપકરણ. અધિકરણ ઉપકરણ સિવાયનું જે આત્માને દુર્ગતિનો અધિકારી બનાવે તે અધિકરણ. દિવસનો છેલ્લો પ્રહર બાકી હોય ત્યારે પૂર્વે કહ્યા મુજબ પડિલેહણ કરીને સાધુ ફરીથી સૂત્ર અને અર્થને ગ્રહણ કરે. સૂત્ર - અર્થ ગ્રહણ કરવાનો લાભ સાધુ જેમ જેમ અતિશય રસના પ્રસારવાળા, નવા નવા શાસ્ત્રોને ભણે તેમ તેમ નવા નવા સંવેગની ભાવનાથી આનંદિત થાય. દિવસના ચોથા પ્રહરમાં સાધુએ કરવાનું કૃત્ય ચોથા પ્રહરનો ચોથો ભાગ બાકી હોય ત્યારે સ્પંડિલભૂમિ જોવી. અંડિલ પરઠવવાની 12 ભૂમિ જુવે. તે આ પ્રમાણે - સહન થઈ શકે એવી શંકા હોય,સહન ન થઈ શકે એવી શંકા હોય = 2 (ઉતાવળ ન હોય) (ઉતાવળ હોય)