________________ દેવસી પ્રતિક્રમણની વિધિ 93 દેવસિક અતિચારના કાઉસ્સગ્નમાં આ અતિચારોને વિચારવા. પછી કાઉસ્સગ્ન પારીને પ્રગટ લોગસ્સ બોલવો. (5) પછી મુહપત્તિનું પડિલેહણ કરીને બે વાંદણા આપવા. (6) પછી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅં આલોઉં ?' એમ કહી આલોચના કરવી. (7) પછી “ઠાણે કમાણે.' વગેરે બોલવું. (8) પછી “સબૂસ્તવિ દેવસિય વગેરે બોલવું. ગુરુ પડિક્કમહ કહે. (9) પછી બેસીને કરેમિ ભંતે.' સૂત્રથી શરૂ કરીને પ્રતિક્રમણ સૂત્ર બોલવું. પછી ઊભા થઈને “અદ્ભુઢિઓમિ આરાહણાએથી માંડીને “વંદામિ જિણે ચઉવ્વીસ” સુધી બોલવું. (10) પછી બે વાંદણા આપવા. (11) પછી અભુઢિઓ ખામવો. (12) પછી બે વાંદણા આપવા. બધે દ્વાદશાવર્ત વંદનની પૂર્વે ખમાસમણું આપવું. (13) પછી અવગ્રહમાંથી બહાર નીકળીને “આયરિયઉવજઝાએ'ની ત્રણ ગાથા બોલવી. કેટલાકના મતે ન બોલવી. (14) પછી ચારિત્ર માટેનો બે લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. (15) પછી દર્શન (સમ્યકત્વ) માટેનો એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. (16) પછી જ્ઞાન માટેનો એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. (17) પછી શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાની સ્તુતિ કરવી. (18) પછી ગણનિશ્રાનો અસઝાય ઓહડાવણિય કાઉસ્સગ્ન કરવો. તેમાં એક નવકાર ચિંતવવો. (19) પછી મુહપત્તિનું પડિલેહણ કરી બે વાંદણા આપવા.