________________ 194 નિષધપતિ મંજરીને નમન કર્યા. વયંવરના નિયમ પ્રમાણે પાણિગ્રહણને વિધિ આજ સાયંકાલ જ ય જોઈએ. એટલે રાજપુરોહિતે સવ રાજાઓને પાણિગ્રહણના મંગલ પ્રસંગને શોભાવવાની પ્રાર્થના કરી. મહારાજા ભીમે પણ સવ રાજાઓને પધારવાની વિનંતિ કરી. દરેક રાજાએ આ વિનંતિને સહર્ષ સ્વીકાર કર્યો. અને સાયંકાળે શાસ્ત્રીય વિધિ મુજબ, ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે અને દાનની અનંત ધારાઓ સાથે નિષધપતિ નળસંસારની શ્રેષ્ઠ સુંદરી દમયંતી સાથે લગ્ન કર્યા. કન્યાદાનમાં ભીમ રાજાએ મહારાજ નળને દસ હજાર હાથી, એક લાખ અશ્વો, ર, દાસ-દાસીઓ, પુષ્કળ સોનું રૂપું રત્ન, માણિઓ, શસ્ત્રો, વગેરે ઉલ્લાસપૂર્વક અર્પણ કર્યા. સ્વયંવર નિમિત્તે પધારેલા સર્વ રાજાઓને ઘણું જ ભાવભર્યા આદર સહિત સત્કાર કર્યો. આ પ્રસંગે જેનું બાહુબલ અજોડ છે તે નિષધપતિ નળ રાજાએ એટલું બધું દાન આપ્યું કેલેનારાઓ સુવર્ણ આદિના ભારથી થાકી ગાયા..શ્રમિત બની ગયા.. આ પ્રસંગે દક્ષિણ દેશના અન્ય રાજાઓએ પોતપોતાની કન્યાઓ મહારાજ નળના મિત્ર રાજાઓ અને શ્રેષ્ઠ કુળમાં જન્મેલ રાજાઓ સાથે હર્ષપૂર્વક પરણાવી. એક હજાર અવાળા રથમાં નવદંપતીને બેસાડીને વિરાટ શોભાયાત્રાને પ્રારંભ થયો.