________________ પાણિગ્રહણ યમરાજાએ ઊભા થઈને પ્રસન્ન સ્વરે કહ્યું : “તારા રાજ્યમાં રહેનારી પ્રજા પૂર્ણ આયુષ્ય ભોગવનારી અને રોગરહિત રહેશે.' વરુણે ઊભા થઈને વરદાન આપ્યું: 'પ્રિય નળ, વૈભવની ઈચ્છાથી તને બે બાળ પ્રાપ્ત થાઓ અને તારી ઈચ્છાનુસાર જયાં જળ હોય ત્યાં સ્થળ અને જ્યાં સ્થળ હોય ત્યાં જળ થાઓ.” અગ્નિદેવે ઊભા થઈને પ્રસન્ન સ્વરે કહ્યું: “હે રાજન, તારી, ભાવના મુજબ તને બે સંતાને થાઓ, તેમ જ કદી પણ વિકૃતિ ન પામતાં એવા મારા સૂર્યનાં કિરણોને વિષે તારી ઈરછાની સાધના મુજબ સંક્રમણ થશે જેથી તું મારા દ્વારા સૂર્યપાક રસવતી બનાવી શકીશ.” વેત વસ્ત્રધારિણી દેવી સરસ્વતીએ પ્રસન્ન નજરે નળ સામે જોઈને આશીર્વાદ આપતાં કહ્યું “હે રાજન, વાર્તા પ્રસંગે, પ્રવાસમાં, વધૂજોના વિવાહ વખતે, પ્રાતઃ સમય. સંધ્યાકાળે તારું યશોગાન પૃથ્વીપીઠના માનો માટે કલ્યાણકારી, સંતોષપ્રદ અને સિદ્ધિદાયક બનશે.’ જે રાજાઓ ઈર્ષાની આગમાં જલી રહ્યા હતા તે આપોઆપ શાંત બની ગયા, અને આવાં શ્રેષ્ઠ વરદાનથી વિભૂષિત બનેલા, મહારાજા નળનો જય બોલાવવા માંડયા. એજ વખતે બાલચંદ્ર હંસ આવી પહોંચ્યો...તે ઘણો જ પ્રસન્ન ચિત્ત હતે....શાપમુક્ત બની ગયા હતા..દેવી સરસ્વતીએ તેના સામે પ્રસન્ન દ્રષ્ટિ કરી. કારણ કે નળ-દમયંતીના અંતરમાં પ્રેમભાવ પ્રગટાવનાર અને પ્રેમ બીજ વાવનાર આ બાલચંદ્ર જ હતે. અન્ય દેવગણએ નળ દમયંતી પર પુષ્પવૃષ્ટિ કરવી શરૂ કરી. ઈન્દ્રાદિદે અદ્રશ્ય થઈ ગયા. શ્રીદેવી સરસ્વતી પણ પિતાના પ્રિય વાહન પર બેસીને અંતર યાન બની ગયાં. નળ અને દમયંતી બંનેએ રાજા ભીમ અને રાણી પ્રિયંગુ 13