________________ નિષધપતિ ...ચાઉ દિશાએથી આવતે હર્ષવનિ જાણે ગગનને ભેદવા માંડયો. અને દમયંતીને કોઈ પણ ઉપાયે પ્રાપ્ત કરવા ઈચ્છતા કેટલાક રાજાઓનાં નયનો લાલચોળ થઈ ગયાં. આ રીતે દમયંતી હાથમાંથી ચાલી જાય એ તેઓ ચાહતા જ નહોતા..દમયંતીનું અપહરણ કરવાની પણ યોજના તૈયાર રાખી હતી અને દમયંતીને ઉઠાવતા સંગ્રામ છેડવો પડે છે તે માટેની પણ કેટલાક રાજાઓએ તૈયારી કરી હતી. આ બધા રાજાઓ રોષે ભરાયા હતા અને ઊંચાનીચા થતા હતા... આ જોઈને નળના સ્વરૂપે બેઠેલા ઈદ્ર મહારાજ પિતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને હાથમાં વજી ધારણ કરી ઊભા થયા. નિષધપત નળ અને દમયંતીએ ભાવપૂર્વક નમન કર્યા. ઈન્દ્ર રાજાઓ સામે જોઈ પિતાના હાથમાંનું વજ ઊંચું કરી પ્રચંડ સ્વરે કહ્યું, ‘રાજાઓ, એક વાત બરાબર યાદ રાખે. મહારાજા ભીમની સુપુત્રી દમયંતી સ્વયંવર બનીને ન્યાયપૂર્વક નિષધનાથ નળને વરી છે. હવે જે કોઈ રાજાના મતકમાં ઈર્ષો રૂપી કી સળવળતો હોય તે રાજા યાદ રાખે કે મારું આ વજ માત્ર એક જ પળમાં તેનું મસ્તક ચૂર્ણવિચૂર્ણ કરી નાખશે. જે બન્યું છે તે વિધિવત અને ન્યાયસંગત બન્યું છે. આ મંગલ પ્રસંગે હું દમયંતીને વરદાન આપું છું કે સ્થિર વાસમાં કે મુસાફરી કરતી વખતે જળમાં કે સ્થળમાં, રાત્રકાળે કે દિવસના ભાગમાં, સ્વપ્નમાં કેનિદ્રાવસ્થામાં, વન ઉપવનમાં કે ભવનમાં, સુખમાં કે દુઃખમાં જે કઈ ઉદ્ધત પુરુષ દમયંતીને ભેગવવાનો પ્રયત્ન કરશે તે પાપી આ પૃથ્વી પીઠ પર બળીને ખાખ થઈ જશે.” આમ કહીને ઈન્દ્ર મહારાજે નળ સામે જોયું અને પ્રસન સ્વરે કહ્યું, “હે પ્રિય નળ, યુગને પવિત્ર કરનાર બે સંતાન તને પ્રાપ્ત થશે. અને તું પૃથ્વી પીઠ ઉપર રાજય કરીશ તે કાળે મેઘ તારી ઈચ્છા પ્રમાણે વૃષ્ટિ કરનારા બનશે.”