________________ પ્રકરણ 21 મુઃ : કલિની પ્રતિજ્ઞા ! દીકરીને સાસરે વળાવવી એ માતાપિતા માટે ભારે કરુણ ઘટના બની જતી હોય છે. જેને વરસો પર્વત લાડકોડથી મટી કરી હેય, સંસ્કાર આપ્યા હોય, આદર્શથી મદી હોય ..અને જે સમયે તેને પરણાવીને વળાવવામાં આવે તે સમયે કઠોર હૈયાનો પિતા અને ૌર્યની મૂતિ સમી માતા ભારે વેદના અનુભવે છે. મહારાજા ભીમે નિષધપતિ નળને એક મહિના પયત રોક્યા. એક માસ સુધી નળ-દમયંતી સરકાર સમારંભે વચ્ચે જ રોકાઈ રહ્યાં. છેવટે વિદાયવેળા આવી ગઈ. મહારાજા નળે પિતાના રસાલાને તૈયાર થવાની આજ્ઞા આપી.. . માતાએ એકની એક પુત્રી દમયંતીને શણગારી અને મહારાજા ભીમે પુત્રીને રથમાં બેસાડતા પહેલાં આંસુભરી આંખે અને કંઈક ઘા સ્વરે કહ્યું : " દમયંતી, છેલ્લા ત્રણ દિવસથી તું રડી રહી છે..પણ આર્ય નારીને સાચો ત્યાગ જ પિતાનને છોડીને પરાયાંને પિતાનાં બનાવવાનાં છે. તું જ્ઞાનમયી છે, સમજુ છે, સંસારના વ્યવહારની જાણકાર પણ છે. તને શી શિખામણ આપવી ? છતાં ચંદ્ર પર ચંદનના વિલેપ રૂ૫ ડાં વ્યવહારુ વચન કહું છું. દીકરી, ઉત્તમ કુળમાં જન્મેલી સ્ત્રીએ આટલું તો અવશ્ય આંચરવાનું હોય છે.. પિતાના પતિ પ્રત્યે નિષ્કપટ ભાવ રાખ, વડીલો પ્રત્યે આદરમાન રાખવે, પિતાના કુળમાં મમતા રાખવી, પરિજન વર્ગ પ્રત્યે મેટાઈ, શિય પ્રત્યે ઉદારતા, પતિના શત્રુ પ્રત્યે રોષ, સ્વામીના મિત્ર પ્રત્યે હષ રાખો. દમયંતી, આદશ કુલવધુ વિનમ્ર વાણી બેલે છે.