________________ સંગ્રહ. સાડત્રીસમી [ 345 છે જ. જે અહીંથી આગળ મરવાનું છે, તો તે પછી શું? કયાં જવાનું છે? તેને વિચાર કર્યો? કઈપણ જીવ આગળના ભવનું સ્થાન–ગતિ હાથમાં લઈ શકતા નથી. જેટલાઓ જન્માંતર કરે, બીજા જન્મમાં જાય તે વખતે પરાધીન હોય–સ્વાધીન નહીં. જન્મ કેને આધીન? આગલી ગતિ સારી ખરાબ મળવી કેને આધીન? ધર્મને આધીન. દાન–શીલ-તપ-ભાવ તેને ધર્મ સંજ્ઞા આપી છે. તે શાથી? પછી–અ-બ-ક-ડ.” સંજ્ઞા કે “ક ખ ગ ઘ ”સંજ્ઞા આપો. અ. બ. ક. ડ.” સંજ્ઞા બોલનારા હિંદુપણામાંથી રાજીનામું આપે છે. તે સંજ્ઞા A B C. D. અંગ્રેજની છે. રા. આ.. એવું નામ ન આપતાં ધર્મ એવી સંજ્ઞા કેમ આપી? એટલા માટે એ સંજ્ઞા આપી કે-જગતમાં નામ ત્રણ પ્રકારનાં છે. પદાર્થમાં જેવા ગુણ હેય ને તેવું નામ હેય, તે સાર્થક નામ. પદાર્થનું સ્વરૂપ કંઈ હોય અને પદાર્થ કંઈ હેચ ત્યારે તે અનર્થ નામ, અને ત્રીજું અર્થશૂન્ય નામ દી સાર્થક નામ. દીપ્તી કરે, અજવાળું કરે દીપાવે, દીપે ત્યારે દીવે, તે નામને સાર્થક નામ કહેવાય. ગુણે પ્રમાણે નામ હોય તે નામ સાર્થક. તેવી રીતે ઈન્દ્રગેપક પણ કીડે ઈન્દ્રનું રક્ષણ કરતું નથી, તેથી કીડાનું ઈન્દ્રગેપક નામ તે નિરર્થક નામ. કારણ કે પદાર્થમાં અર્થ નથી. ત્રીજું અર્થશૂન્ય. જે નામને અર્થ જ નહીં. જેમ કે - હરપવિથ. એવાં જે કલ્પિત નામ ઊભા કર્યા. આમ ત્રણ પ્રકારના નામે હોય છે. તેમાં આ ધર્મ એવું જે નામ તે સાર્થક છે. કેમ? તે માટે શાસ્ત્રકારે જણાવ્યું કે રુતિકતા ખજૂર, ચણાદાય તત धत्ते चैतान् शुमे स्थाने, तस्माद्धर्म इति स्मृतः //